શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 24 નવેમ્બર 2017 (12:28 IST)

રાહુલ ગાંધી પહોંચ્યા પોરબંદર, કીર્તિ મંદિરથી કર્યો ચુંટણી પ્રચારનો પ્રારંભ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હાલ ગણતરીના દિવસો બાકી છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર માટે અલગ અલગ કરતબો અપનાવવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી મિશન ગુજરાતના ભાગરૂપે પોરબંદર પહોચ્યા છે. રાહુલ ગાંધીએ ચુંટણી પ્રચારનો પ્રારંભ મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિરથી કર્યો હતો.આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી દલિત સમુદાય દ્વારા બનાવવામાં આવેલા ધ્વજને પણ સ્વીકારશે. તેમજ દલિત શક્તિ કેન્દ્રની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ માછીમારો સાથે સંવાદ કરશે. ત્યારબાદ સાણંદ અને અમદાવાદની મુલાકાત લેશે. શનિવારે રાહુલ ગાંધી ગાંધીનગર, અરાવલી, મહીસાગર અને દાહોદ જીલ્લાના ગામો તેમજ વિસ્તારોની મુલાકાત લેશે.