મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : ગુરુવાર, 26 ઑક્ટોબર 2017 (14:52 IST)

હાર્દિક પટેલ વિસનગર કોર્ટમા હાજર થયો, વોરંટ રદ થવાની માહિતી ટ્વિટ કરીને આપી

ગુજરાતના મહેસાણા જિલ્લાની લોકલ કોર્ટે પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલની વિરૂદ્ધ વિસનગરના ધારાસભ્યના કાર્યાલય પર તોડફોડ કરવાના કેસમાં ધરપકડ વોરંટ ઈશ્યૂ કર્યું હતુ. ગુરૂવારે સવારે હાર્દિક પટેલ કોર્ટમાં હાજર થયો હતો. હાર્દિક પટેલે કોર્ટમાં હાજરી આપી અને વોરંટ રદ્દ કરવા અરજી કરી હતી જેને કોર્ટે મંજૂર કરી હતી.  કોર્ટના આ નિર્ણય બાદ હાર્દિકે ટ્વિટ કરી સત્યમેવ જયતે કહી પોતાના કાર્યક્રમની ઘોષણા કરી હતી.   અગાઉ ત્રણ મુદત વખતે વ્યસ્તતાને કારણ હાજરી ન આપી શક્યો હોવાનું કારણ તેણે કોર્ટ સમક્ષ આપ્યું હતુ. આ કેસમાં કોર્ટે હાર્દિક સહિત 7 લોકો સામે વોરંટ ઈશ્યૂ થયા હતાં.