1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 2 નવેમ્બર 2017 (12:28 IST)

એનસીપીએ 10 ઉમેદવારો જીતાડવા હાર્દિકનો સહયોગ માંગ્યો, પ્રફૂલ પટેલે કરી બેઠક

એનસીપીના ગુજરાત પ્રભારી પ્રફુલ પટેલે ‘પાસ’ના સંયોજક હાર્દિક પટેલ સાથે બુધવારના રોજ એક કલાકથી વધુ ચાલેલી એક બેઠક યોજી હતી. જેમાં સૂત્રોના જણાવ્યા મુજબ એનસીપીના 10થી વધુ ઉમેદવારોને જીતાડવામાં હાર્દિક અને પાટીદાર સમાજનો સહયોગ માંગવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ 1 કલાકથી વધુ ચાલેલી આ બેઠકમાં પ્રફુલ પટેલએ હાર્દિક પાસે એનસીપીના કેટલાંક ઉમેદવારોને સમર્થન આપવાની વાત કરી હતી.

ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એનસીપી 5 જેટલી બેઠકો પર જીત મેળવવા માટે વ્યૂહરચના ઘડી રહી છે. આ ઉપરાંત ઉતર ગુજરાતમાંથી પણ કેટલીક બેઠકો પર પોતાના ઉમેદવાર જીતે તે માટે હાર્દિક પાસેથી સહકાર માંગવામાં આવ્યો હતો. જો કે આ અંગે પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, આ એક ઔપચારિક બેઠક હતી. રાજ્યની સાંપ્રત સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પટેલે તેમજ હાર્દિક જણાવ્યું હતું કે, આગામી સમયમાં સાથે ચાલીને કામ કરીએ.જોકે, આ અંગે દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, આ બેઠક મારા નિવાસસ્થાને થઈ હતી. ઔપચારિક વાતોની સાથે પાટીદાર સમાજને અનામત મળે તે અંગેની ચર્ચાઓ પણ થઈ હતી.