બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 18 ડિસેમ્બર 2017 (13:27 IST)

જૂનાગઢમાં ભાજપના મહેન્દ્ર મશરૂની હાર, કોંગ્રેસના ભીખાભાઈ જોશીની જીત

ગુજરાતમાં અત્યાર સુધી એવું કહેવાતું હતું કે જૂનાગઢના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરૂને ચૂંટણી જીતવા માટે કોઈપણ પ્રકારના પ્રચારની જરૂર નથી. પણ હવે આ ચૂંટણીમાં મતદાન બાદ આજે રીઝલ્ટ આવ્યું છે. ત્યારે ભાજપની જૂનાગઢની વર્ષોથી જીતની સીટ આ વખતે ગુમાવવાનો વારો આવ્યો છે. જી હાં ભાજપના લોકલાડિલા નેતા મહેન્દ્ર મશરૂને કોંગ્રેસના કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઇ જોશીએ ભાર લીડથી પરાજય આપ્યો છે.ભાજપ તરફથી સતત છ ટર્મથી જીતતા ઉમેદવાર મહેન્દ્ર મશરૂની હાર થઇ છે. મહેન્દ્ર મશરૂને 68189 મત તો કોંગ્રેસના ભીખાભાઇ જોશીને 71087 મત મળ્યાં છે.