શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (17:49 IST)

શુ ગુજરાતમાં 2019ની લોકસભા ચૂંટણી લડી રહ્યા છે મોદી ?

તારીખોનુ એલાન થતા જ ગુજરાત ચૂંટણીનુ બિગુલ ફુંકાય ચુક્યુ છે. કોંગ્રેસ અને બીજેપી બંને જ મુખ્ય પાર્ટીઓ ચૂંટણીમા જીત માટે ભરપૂર જોર લગાવી રહી છે. એક બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ગૃહ રાજ્યમાં કરોડોની યોજનાઓની શરૂઆત કરી લોકોને લોભાવવાની કોશિશ કરી તો બીજી બાજુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામાજીક સમીકરણોની મદદથી પાર્ટીની શક્યતાઓને મજબૂત કરવામાં લાગ્યા છે. રાહુલ જ્યા એક બાજુ ખતમ થઈ રહેલ કોંગ્રેસમાં ફરીથી જીવ ફૂંકવા માંગે છે તો બીજી બાજુ મોદીનો ઈરાદો ગુજરાતના રસ્તે 2019ની લોકસભાની સફળતા મેળવવાની છે. જો ગુજરાત સારા માર્જિનથી ફરીથી ભાજપના ફાળે આવી ગયુ તો 2019 જીતવુ સહેલુ બની જશે. 
 
ઉલ્લેખનીય છે કે ગુજરાતને લઈને રાહુલ ગાંધી આક્રમક રણનીતિ પટેલોની નારાજગી અને ઓબીસી દલિતોને એક વર્ગના ગુસ્સ્સએ બીજેપીમાં થોડી ગભરાટ જરૂર ઉભી કરી છે. ઉપરથી ચૂંટણીમાઅં મોડુ થવાને લઈને પણ પાર્ટે વિપક્ષના નિશાના પર છે. કદાચ આ જ કારણ છે કે ચારેબાજુથી આલોચનાઓનો સામનો કરી રહે મોદીએ ચૂંટણીની જાહેરાતના ઠીક પહેલા જ પ્રદેશને રો-રો ફેરી જેવી મોટી યોજનાની ભેટ આપી દીધી સાથે જ સિંચાઈ ઉપકરણો પર લાગનારી જીએસટીમાં 18 ટકાની કપાતનુ એલાન કરી દીધુ. 
 
પાર્ટીને એ વાતનો અહેસાસ છે કે, તેનો પરંપરાગટ વોટર રહેલો ગુજરાતનો વેપારી વર્ગ જીએસટીથી ખુશ નથી. રાહુલ ગાંધી જીએસટીને 'ગબ્બર સિંહ ટેકસ'કહીને વેપારીઓના આ ગુસ્સાને પોતાના પક્ષમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે. જોકે રાહુલનો આ મજાકિયા અંદાજ ગુજરાતમાં પાર્ટીનો ત્રણ દશકથી સત્તાનો  દુકાળ ખતમ કરી શકશે કે નહિ, તે એક મોટો સવાલ છે. બે મોટા ઓપિનિયન પોલમાં જે અનુમાન છે, તે કોંગ્રેસ માટે સારા સંકેત આપતું નથી. જોકે એ વાતમાં પણ કોઈ શંકા નથી કે ચૂંટણી આવતાં આવતાં જમીન પર પરિસ્થિતિ બદલાઈ શકે છે.
 
મોદી માટે સૌથી મોટો ચેલેંજ છે જીએસટીને લઈને લોકોમા ઉભી થયેલી નારાજગીને કેમ કરીને ઓછી કરવી..  નોટબંધી પછી  ઉત્તરપ્રદેશમાં યોજાયેલી ચૂંટણીમાં પાર્ટીને ભારે સફળતા મળી હતી, જોકે એવું માનવામાં આવ્યું હતું કે, નોટબંધીને કારણે લોકોને ખાસ્સી મુશ્કેલીઓ થઈ હતી. હવે જીએસટી બાદ પણ પાર્ટી સમક્ષ ફરી પડકાર છે. જો મોદી ગુજરાતમાં ભાજપને ફરી સત્ત્।ામાં બેસાડવામાં સફળ રહેશે તો નોટબંધીની જેમ જીએસટી મુદ્દે પણ વિપક્ષનો દાવ નિષ્ફળ સાબિત થશે.
 
મોદીએ પોતાની અત્યાર સુધીની રાજનીત કારકિર્દીમાં ઘણી વાર સાબિત કર્યું છે કે,  સત્તા વિરોધી લહેરથી તેમને કોઈ ફરક પડતો નથી.  ચૂંટણી રાજકારણમાં તેમને હરાવવા ખૂબ મુશ્કેલ છે. જો તેમના જ રાજયમાં ભાજપનો પરાજય થાય અથવા પાર્ટી ઓછા અંતરે ચૂંટણી જીતે તો તેને લીધે સીધું મોદીની ઇમેજને નુકસાન થશે. 2019  પહેલાં યોજાનારી અન્ય રાજયોની ચૂંટણીમાં ભાજપની હાર-જીત મોદીની 'અપરાજય છબિ'ને એટલું નુકસાન નહિ પહોંચાડે, જેટલું ગુજરાતની એક ચૂંટણીના પરાજયથી થશે.
 
એક રીતે જોવા જઈએ તો મોદી ગુજરાતમાં 2019 લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. જો ભાજપ અહીં સન્માનજનક વિજય પ્રાપ્ત કરશે તો મોદીની 'અપરાજય છબિ' વધુ મજબૂત થશે. ગુજરાત બાદ અન્ય રાજયોમાં યોજાનારી ચૂંટણી પર પણ તેની સીધી અસર થશે. બીજી તરફ જો પાર્ટીને હારનો સામનો કરવો પડે તો તેનાથી એવો સંદેશ જશે કે, જીએસટી અને આર્થિક મંદીની સ્થિતિને કારણે મોદી પ્રત્યે પ્રતિબદ્ઘ મનાતા વોટર પણ ખુશ નથી. સ્વાભાવિક છે કે, તેની અસર પણ અન્ય રાજયોની ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી પર પડશે.
 
આ જ અ કારણ છે કે મોદી ગુજરાત ચૂંટણી પર આટલું ધ્યાન આપી રહ્યા છે.. . એક મહિનાની અંદર તેમણે ઘણી વાર રાજયનો પ્રવાસ કર્યો, કરોડોની યોજનાઓની ભેટ આપી. ગુજરાત હાથમાંથી નીકળી જાય એ  ભાજપને કોઈ પણ સ્થિતિમાં સહન થઈ શકે તેમ નથી. પાર્ટી જાણે છે કે જો આવુ થશે તો આ તેમના અંતની શરૂઆત બની શકે છે  અને જો આવું ન થયું તો 2 019નો રસ્તો તેમને માટે મોટેભાગે સફળ થઈ જશે...