1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 25 ઑક્ટોબર 2017 (17:42 IST)

ગુજરાત ચૂંટણી - પ્રથમ અને બીજા તબક્કામાં ક્યા ક્યા થશે મતદાન જાણો

ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણી માટેના મતદાનની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે. તો ચાલો જોઇએ પહેલા અને બીજા તબક્કામાં કયાંથી મતદાન થશે.
 
પ્રથમ તબક્કામાં તા. 9 ડિસેમ્બરના રોજ મતદાનના જિલ્લા કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી નવસારી, વલસાડ વગેરે છે 
 
જ્યારે બીજા તબક્કામાં ૧૪ ડીસેમ્બરના રોજ મતદાન જિલ્લા- અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર. છે.