સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 25 ઑક્ટોબર 2017 (15:34 IST)

કોંગ્રેસ ત્રણ જણાની પાછળ પડી છે અમે 150 સીટો જીતીશું - રૂપાણી

ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે ફરી એક વખત ભાજેપ 150થી વધારે બેઠકો પર જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતમાં ભાજપનો 150+ બેઠકો પર ભવ્ય વિજય થશે. રુપાણીએ ગુજરાતમાં યોજાનારી ચૂંટણી માટે ભાજપ તૈયાર હોવાનું જણાવ્યું છે તે સાથે કોંગ્રેસને પણ બાનમાં લઈને કોંગ્રેસની નેતાગીરી કશું કરી ન રહી હોવાનું જણાવ્યું છે. વિજય રુપાણીએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ માત્ર ત્રણ જણાની પાછળ પડી છે. આ ત્રણ લોકોના નામ વિજય રુપાણીએ નથી લીધા પણ આ ત્રણ લોકો એટલે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીનો ઉલ્લેખ કર્યો છે. રુપાણીએ જણાવ્યું કે, ભાજપ વિકાસના મુદ્દે મેદાનમાં ઉતરશે, તેમણે એમ પણ કહ્યું કે, અમે વિજયના વિશ્વાસ સાથે પ્રજાની વચ્ચે જઈશું અને 150થી વધુ બેઠકો પર વિજય મેળવીશું. અમે ચૂંટણીની તારીખોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની જાહેરાત કરીશું તેમણે પણ રુપાણીએ જણાવ્યું. ઉમેદવારોની પસંદગી અંગે વિજય રુપાણીએ જણાવ્યું કે, “ગુજરાતની પાર્લામેન્ટ્રી બોર્ડ પેનલ તૈયાર કરશે અને આ પેનલને દિલ્હી મોકલવામાં આવશે, દિલ્હીથી પસંદ થયેલા નામોની જાહેરાત કરવામાં આવશે.” 150 પ્લસ બેઠકો પર જીત મેળવાના વિશ્વાસ સાથે રુપાણીએ એમ પણ કહ્યું કે, અમે જ્ઞાતિવાદ, જાતિવાદથી ઉપર ઉઠીને રાજકારણ કરીશું અને પ્રજાની વચ્ચે જઈશું. ગુજરાત ચૂંટણી પહેલા થઈ રહેલા સર્વે અંગે વિજય રુપાણીએ કહ્યું કે, જુદા-જુદા સર્વે થઈ રહ્યા છે જેમાં ગુજરાત આગળ છે. જે રીતે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં થયેલા સર્વે કરતા વધુ 300 પ્લસ બેઠકો પર ભાજપનો વિજય થયો તે રીતે ગુજરાતમાં પણ ભાજપ 150 બેઠકોનો આંકડો પાર કરીશું. રુપાણીએ કોંગ્રેસની નેતાગીરીમાં કંઈ રહ્યું ન હોવાનું જણાવીને કોંગ્રેસ ત્રણ (હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી)ની પાછળ પડી હોવાનું કહ્યું.