ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 ઑક્ટોબર 2017 (15:07 IST)

ગુજરાતમાં આઈબીના રીપોર્ટ પ્રમાણે 85 બેઠકો ભાજપ અને 95 બેઠકો કોંગ્રેસને મળવાની શક્યતાઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના ગુપ્તચર વિભાગે આપેલા રીપોર્ટ પ્રમાણે  ગુજરાતમાં બીજેપી બેકફુટ પર આવી ગઇ છે અને જો આ તબક્કે ગુજરાત વિધાનસભાના ઇલેકશન થાય તો માત્ર ૮૦ થી ૮ર બેઠકો બીજેપીને મળે એવી શકયતા છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં કરેલી પહેલી વિઝિટથી લઇને રવિવાર રાત સુધીનો આ સર્વે છે. આ સર્વે મુજબ તો અત્યારે બીજેપી ગુજરાતમાં સત્તા ગુમાવે એવી પૂરી શકયતા દર્શાવવામાં આવી છે. જોકે આ રીપોર્ટ ઉમેદવાર હજી નક્કી થયા નથી એ સમયનો છે, પણ આ રિપોર્ટ પરથી એ પુરવાર થઇ રહ્યું છે કે, બીજેપી એ શાખ ગુમાવી હોવાથી બહુ ઓછા વિસ્તાર હવે બીજેપીના ગઢ રહ્યા છે.   આઇબી દ્વારા આપવામાં આવેલા આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ ગુજરાતમાં સ્ટ્રોંગ થઇ છે અને અત્યારના તબક્કે કોંગ્રેસને ગુજરાતમાં ૯પ બેઠક પર જીત મળે એવી શકયતા છે. આઇબીના આ પ્રકારના રિપોર્ટના આધારે સત્તા પર રહેલી સરકાર પોતાની સ્ટ્રેટેજી બનાવતી હોય છે અને આ સ્ટ્રેટેજી માટે જ સર્વે કરાવવામાં આવતા હોય છે. હવે જોવાનું એ છે કે વિધાનસભાના ઇલેકશન પહેલા બીજેપી કેવી રીતે ડમેેજ-કન્ટ્રોલ કરે છે અને ગુજરાતમાં સત્તા અકબંધ રાખવા માટે કેવા સ્ટેપ લે છે.