દલિતોમાં ભાજપ અને કોંગ્રેસ ભારે આક્રોશ, પટેલો પોતાના અને દલિતો પારકા કેમ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષે પાટીદારોના મત અંકે કરીને પોતાની સરકાર બનાવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. રાજયમાં પાટીદારોની માંગણીઓમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષે નીતિ જાહેર કરી છે. બીજીબાજુ ઉનાકાંડ પછી દલિત આંદોલનમાં ઉઠેલી માંગણીઓને ભાજપ અને કોંગ્રેસ નજર અંદાજ કરી રહી છે. બંને પક્ષોમાં પટેલો પોતાના અને દલિતો પારકા જેવો ઘાટ ઘડાયો હોવાથી ગુજરાતના 50 લાખ દલિતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હોવાનું અનુસૂચિત જાતિ અધિકાર આંદોલનના કન્વીનર કિરીટ રાઠોડે જણાવ્યું છે.
તેમણે એવી માંગ પણ કરી હતી કે થાનગઢ પોલીસ ફાયરિંગમાં દોષિત પોલીસ અને ઉનાકાંડમાં દોષિત ગૌરક્ષકો સામે કાર્યવાહી કરો. થાનગઢ અને ઉનાકાંડના દલિત આંદોલનમાં થયેલ કેસો પરત ખેંચવાની જાહેરાત તથા થાનગઢ પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા અને ઉનાકાંડમાં પીડિત પરિવારને સહાય અને નોકરીની જાહેરાત તેમજ ગુજરાત દલિત આયોગ બનાવવાની જાહેરાત. દલિતોને મળેલ બંધારણીય અનામતના અમલ માટે કાયદો અને અમલવારીની જાહેરાત