શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 મે 2017 (11:45 IST)

દલિતોને થતા અન્યાયને કારણે સુરેન્દ્રનગરમાં 50 હિન્દુઓએ બોદ્ધ ધર્મ અપનાવ્યો

વઢવાણ ઘરશાળા સામે આવેલ ગુજરાત બૌદ્ધ મહાસંઘ, અમરોબોધિ બૌદ્ધિવિહાર ખાતે 10 જિલ્લાના 50 જેટલા લોકોએ બૌદ્ધ ધર્મમાં જોડાયા હતાં. હિન્દુ ધર્મમાં અજગરીભરડા સમાન વધી રહેલી અસમાનતા અને ભેદભાવની નીતિનું મુખ્ય કારણ આ ધર્મમાં દીક્ષા લેનાર લોકોમાં શૂર જોવા મળ્યો હતો. હિન્દુ ધર્મમાં માત્ર ગણીને તેનો ઉપયોગ જ કરવામાં આવતો હોવાની સાથે અનેક પ્રકારની બાબતોથી પણ આ સમાજનાં લોકોને દૂર રખાતો હોવાનું દીક્ષા લેનાર લોકોએ જણાવ્યું હતું.

આ અંગે અમરબોધિ બૌદ્ધ વિહારનાં ભંતે પથીક ખુશાલચંદજી શ્રેષ્ઠીએ જણાવ્યું કે, દલિતોને થતા અન્યાયના કારણે ગુજરાતમાંથી અમદાવાદ, રાજકોટ, બોટાદ, મોરબી,જૂનાગઢ, ભાવનગર સહિત 10 જેટલા જિલ્લાઓમાંથી ધર્મપરિવર્તન માટે  લોકો આવ્યા હતાં. જેમાં એસ.સી. અને એસ.ટી.નાં 50 જેટલા લોકોએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. જેમાં આ લોકોનાં જિલ્લાના ક્લેકટરો સાથે વાત કરીને ફોર્મ પણ ભરાઇ ગયા છે. હવે આ લોકો બૌદ્ધ ધર્મમાં નવા નામ, સરનામા સાથે પોતાના જીવનની શરૂઆત કરશે. બોટાદ જિલ્લાના કે.ટી.મકવાણા, તેમના પત્ની અને પુત્રીએ પણ સુરેન્દ્રનગરમાં યોજાયેલા બૌદ્ધ ધર્માન્તરણમાં જોડાયા હતાં. સમાનતાની સાથે આ ધર્મનો મુખ્ય ઉપદેશ ‘‘અપો દિપો ભવ’’ એટલે કે તારો દીપ તુ જાતે જ પ્રગટાવ. જેના કારણે મારા સહપરિવાર સાથે મે આજે બૌદ્ધ ધર્મને સ્વીકાર્યો હતો.સુરેન્દ્રનગરની મેડકિલ કોલેજમાં ભણતી રીકંલ પરમારે પરિવારના ચાર સભ્યો સાથે દીક્ષા લીધી હતી. આ વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, અમે હિન્દુ ધર્મમાં હોવા છતાં વારંવાર કંઇ જ્ઞાતિના છો તેવા પ્રશ્નો કરીને નીચા પાડી દે છે. પરંતુ બૌદ્ધ ધર્મની જાણકારી મેળવ્યા બાદ અહીંયા સમાનતા અને બધાને એક સરખા ગણવામાં આવે છે.