ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2017 (14:53 IST)

ગાંધીનગરના કેથોલિક પાદરીને ઈલેક્શન કમિશને આપી નોટિસ

ગાંધીનગર જિલ્લા કલેક્ટરે ઇલેક્શન કમિશન તરફથી ગાંધીનગરના કેથોલિક આર્કબિશપ થોમસ મેકવાનને વિવાદિત વીડિયો બાબતે નોટિસ પાઠવી છે. આ પ્રમુખ કેથોલિક બિશપનો એક વીડિયો તાજેતરમાં વાયલર થયો હતો જેમાં તેમણે ગાંધીનગરના પોતાના પ્રમખ ચર્ચ હેઠળ આવતા જુદા જુદા ચર્ચ અને પાદરીઓને ચૂંટણી બાબતે વિવાદિત આપતો પત્ર લખ્યો હતો.પોતાના પત્રમાં તેમણે પાદરીઓને કહ્યું કે, ‘દેશના લોકતાંત્રને રાષ્ટ્રવાદી તાકતોથી બચાવવા માટે પ્રાર્થના કરે.

તેમણે નામ લીધા વગર કહ્યું હતું કે આજે દેશમાં લઘુમતિ, OBC, SC અને ST, દલિત અને મુસ્લિમોમાં એક ભયની લાગણી છે.’ રાજકીય વર્તુળોમાં આ પત્રે ભાજપ વિરુદ્ધ વોટ આપવા માટે લોકોને અપીલ કરતો ગણવામાં આવી રહ્યો છે. ગાંધીનગર કલેક્ટર સતિશ પટેલે  જણાવ્યું કે, ‘ચૂંટણી કમિશન ઓફ ઇન્ડિયાના સૂચના મુજબ પ્રમુખ પાદરી થોમસ મેકવાનને નોટિસ ફટકારી છે. તેમજ આ પ્રકારના પત્ર તથા વીડિયો પાછળ સત્તાવાર રીતે તેમનો આશય સ્પષ્ટ કરવા જણાવ્યું છે.’પટેલે વધુંમાં જણાવ્યું કે, ‘રીપ્રેઝન્ટ ઓફ પીપલ્સ એક્ટ મુજબ આપવામાં આવેલ આદર્શ આચારસંહિતા અનુસાર કોઈપણ ધર્મગુરુ દ્વારા કોઇપણ જાતની એવા નિવેદન અથવા અપીલ કે જેનાથી મતદાતા કોઈ ખાસ પાર્ટી તરફ વોટ કરવા પ્રેરિત થાય છે તેવા સંજોગોમાં આવું નિવેદન અથવા પ્રવચન અથવા અપીલ ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્ક્રુટિની કરવામાં આવે છે.