ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 12 નવેમ્બર 2017 (11:57 IST)

આજે ગાંધીનગરમાં ‘પદ્માવતી" નો એક લાખ રાજપુતો દ્વારા વિરોધ

દેશભરમાંથી સંજય લીલા ભણસાલીની આગામી બોલીવુડ ફિલ્મ ‘પદ્માવતી’નો ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં રાજપુતો દ્વારા વિરોધ થઇ રહ્યો છે ત્યારે આ વિરોધ માત્ર રાજપુતો જ નહીં પરંતુ સમાજના વિવિધ વર્ગના નાગરિકો પણ કરી રહ્યા છે. રાજપુતોના અનુસાર રાજપુત સમાજની રાણી પદ્માવતીના પાત્રને આ ફિલ્મમાં તેના ઇતિહાસથી વિપરીત દર્શાવવામાં આવી હોવાનું માલુમ પડયું છે. 
સેક્ટર - 11માં આવેલા રામકથા મેદાનમાં રવિવારે બપોરે 12 વાગે યોજાનાર આ મહાસંમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી એક લાખ જેટલા રાજપૂતોને એકત્ર કરવાનો લક્ષ્યાંક છે.
 
દેશમાં ઠેર ઠેર ચાલતા આવા વિરોધની વચ્ચે રાજપુત કરણી સેનાના મધ્ય ગુજરાતના પ્રભારી દિલીપસિંહ વાઘેલાએ એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે ગુજરાતની રાજધાની ગાંધીનગરના સેક્ટર ૧૧ ખાતે આવેલા રામકથા મેદાન પર આજે રવિવાર, તા.12 નવેમ્બરના રોજ સંખ્યાબંધ રાજપુતો એકત્ર થશે અને તેમના સંગઠિત થવાની સાથે-સાથે રાણી પદ્માવતી પર બની રહેલી ફિલ્મ પર રોક લગાવવા ઉગ્ર વિરોધ નોંધાવશે.