સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (16:36 IST)

અરવલ્લી ભાજપમાં ભૂકંપ, ભાજપ આગેવાન કોંગ્રેસમાં જોડાયા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષોમાં ઉથલ પાથલ જોવા મળે છે ત્યારે આજે અરવલ્લી જિલ્લાની 32 બાયડ વિધાનસભા માટે માલપુર ખાતે કૉંગ્રેસના કાર્યાલયનો શુભારંભ કરાયો હતો. જેમાં ભાજપના અરવલ્લી જિલ્લા સંગઠનના આગેવાન જયમલસિંહ ખાંટ સહીતના 50થી વધુ કાર્યકરોએ અરવલ્લી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખના હસ્તે કૉંગ્રેસનો ખેસ ધારણ કરી કૉંગ્રેસમાં પ્રવેશ કરાયો હતો. આમ ભાજપી કાર્યકરોના કૉંગ્રેસમાં પ્રવેશ કરવાથી ભાજપમાં ભારે ભૂકંપ સર્જાયો હતો. બાયડ વિધાનસભા હેઠળના માલપુર ખાતે કૉંગ્રેસના કાર્યાલયના શુભારંભ બાદ ઉમેદવાર ધવલસિંહ ઝાલા સાથે તાલુકા જિલ્લા સંગઠનના મોટી સંખ્યામાં કાર્યકરોએ ઝુલુસ કાઢી નગરમાં પ્રચાર કાર્યની શરૂઆત કરી હતી.