રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (16:19 IST)

ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ભાજપની જીત, ઉજવણી સુરતમાં થઈ

ઉત્તરપ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો બહુમતિ સાથે વિજય થયો હતો. યુપીમાં થયેલી આ જીતની ઉજવણી સુરતમાં ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરોએ ઉધના ખાતે આવેલા કાર્યાલય પર ફટાકડા ફોડી ઢોલ નગારાના તાલે વિજયોત્સવ મનાવ્યો હતો. બાદમાં ફટાકડાના કાગળની સાંસદ દર્શના જરદોષ, શહેરભાજપ પ્રમુખ સહિતનાએ સ્વચ્છતા કરી હતી. ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ઉતરપ્રદેશની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાતા ગુજરાતના કાર્યકરોએ ઉજવણી કરી હતી. સાથે જ યુપીના વિજયથી ગુજરાતના કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો હોવાનું પણ કહ્યું હતું. અને આ વિજયોત્સવની મિઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી.