હાર્દિક પટેલને વાય કેટેગરીની સુરક્ષા
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ઈન્ટેલિજન્સ બ્યૂરોને હાર્દિકની સુરક્ષાને લઈને ઈનપુટ મળ્યા હતા. તે પછી હાર્દિકની સુરક્ષા વધારી દેવાઈ છે. આ નિર્ણય બાદ હાર્દિકની સુરક્ષામાં સીઆઈએસએફના 11 જવાનોને તૈનાત કરાયા છે.
આ પહેલા હાર્દિક પટેલે સુરક્ષા લેવાનો ઈનકાર કરી દીધો હતો. હાર્દિક પટેલનું કહેવું હતું કે, પોલીસ તેની જાસૂસી કરવા ઈચ્છે છે, એટલે સુરક્ષા આપવામાં આવી રહી છે. હાર્દિકથી પહેલા દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ પણ સુરક્ષા લેવાનો ઈનકાર કરી દીધો હતો. જીજ્ઞેશે કહ્યું હતું કે, આ સુરક્ષા એટલે આપવામાં આવી રહી છે કે જેથી તેની મૂવમેન્ટ પર નજર રાખી શકાય. તેણે સુરક્ષાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. તેની સાથે હવે બે સુરક્ષાકર્મી રહે છે. તેણે કહ્યું કે, મારા ઉપર કોઈ હુમલાથી સરકારની બદનામી ના થઈ જાય એટલે સુરક્ષા આપવામાં આવી રહી છે.