ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 25 નવેમ્બર 2017 (11:59 IST)

ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ શિવસેનાના ઉમેદવારે ડિપોઝીટ પેટે 10 હજારની પરચુરણ આપી

પંચમહાલ જિલ્લાની શહેરા બેઠક માટે શિવસેનાના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. આ ઉમેદવારે ડિપોઝીટ રૂપે ચલણી સિક્કા આપતાં અધિકારીઓને ખાલી ગણતાં જ ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક માટે  શિવસેના પક્ષ તરફથી લાલાભાઇ ગઢવીએ ઉમેદવારી ફોર્મ ભરીને પ્રાન્ત અધિકારીને સુપ્રત કર્યું હતુ. ઉમેદવારી પત્રની સાથે ડીપોઝીટ પેટે ભરવા આવતી રકમ નોટમાં નહીં પણ ચલણી સિક્કા સ્વરુપે ઢગલો કરી દેતા ત્યાં ઉપસ્થિત સ્ટાફ તેમજ અધિકારીઓ અચંબામાં પડી ગયા હતા.  ત્યારબાદ મામલતદાર કચેરીના કર્મચારીઓનો સ્ટાફ આ ચલણી સિક્કા ગણવાના કામે લાગ્યો હતો.

આ સિક્કા ગણતા કર્મચારીઓને ત્રણ કલાકનો સમય લાગ્યો હતો.આ અંગે શિવસેનાના ઉમેદવાર લાલાભાઇ ગઢવીએ જણાવ્યુ કે. મેં નોટબંધીના વિરોધમાં સિક્કા આપવાનું નકકી કર્યુ. બીજુ કે આ દેશ તો કેશલેશ છે તો ડીપોઝીટ શા માટે રોકડમાં? તેવા પણ સવાલો ઉઠાવ્યા હતા. મને કેશ નથી આપવી એટલે મેં રોકડ વ્યવહારના વિરોધ પેટે ડીપોઝીટમાં સિક્કા આપ્યા છે. વધુમાં તેમને ચૂંટણીમા શિવસેનાનો વિજય થશે તેવો મત પણ વ્યકત કર્યો હતો. અત્રે નોંધનીય છેકે આ વખતે શહેરા વિધાનસભા બેઠક માટે ભાજપ,કોગ્રેસ ,શિવસેના વચ્ચે ત્રીપાંખીયો જંગ ખેલાવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.