શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 24 નવેમ્બર 2017 (17:12 IST)

હાર્દિકની કથિત સેક્સ સીડી અંગે આ શુ બોલી ગયા સંજય જોશી

સેક્સ સીડીને કારણે હાર્દિક બદનામ થઈ એકલો પડી જશે તેવી ગણતરી હતી, પણ તેવુ કઈ જ થયુ નહીં. બીજી તરફ હાર્દિકના આ મુદ્દે ભાજપના મોટા ભાગના નેતાઓ પોતાના મોંઢા સીવી લીધા છે. પણ હાર્દિકની જેમ કથિત સેક્સ સીડીનો ભોગ બનેલા આરએસએસના સિનિયર નેતા સંજય જોષીએ એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું.

હાર્દિકની સેક્સ સીડી પ્રાથમિક દ્રષ્ટીએ ખોટી હોવાનું તેમને લાગી રહ્યુ છે.સંજય જોષીએ કહ્યુ કે આ સીડી કોણે અને ક્યારે બનાવી તે અંગે હાર્દિકે લોકોને કહેવુ જોઈએ, પણ પહેલી નજરે આ સીડી બનાવટી હોવાનો તેમનો મત છે. હાર્દિકની સીડી અંગે તેમણે કરેલુ નિવેદન હાર્દિકને બળ આપનાર અને ભાજપમાં તોફાન લાવનારૂ બની રહેશે