શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (15:30 IST)

સુરત શહેર અને જિલ્લાના પોલીસ કર્મચારીઓએ કર્યું બેલેટ પેપરથી મતદાન

16 વિધાનસભા બેઠકો પર 175 ઉમેદવારો ફાઈનલ થયા બાદ હવે વહીવટી તંત્ર ઓબ્ઝર્વર્સ સાથે મળી સરળ ચૂંટણી પ્રક્રિયા માટે બેઠકો કરી મહત્વના નિર્ણયો લઈ રહ્યાં છે. ત્રણ દિવસથી હાલ સંવેદનશીલ મતદાન મથકો બાબતે કવાયત ચાલી રહી છે. બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા આજથી આરંભ કરાયો છે. જેમાં સુરત શહેર-જિલ્લાના પોલીસ સ્ટાફે બેલેટ પેપરથી મતદાન પર્વ ઉજવ્યું હતું. 9મી ડિસેમ્બરે 16 વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી તંત્રએ તડામાર તૈયારી આરંભી છે.

ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલા કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ છે. પોલીસ નોડલ ઓફિસર જયેશ મયાત્રાના જણાવ્યા મુજબ શહેર-જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાં ફરજ બજાવતાં પોલીસ સ્ટાફ માટે 1લી અને 2જી ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન રખાયું છે. જેમાં સિટી-જિલ્લાના મળીને 2976 પોલીસ સ્ટાફ મતદાન કરશે. આજે મતદાન હેડક્વાર્ટર્સ પોલીસ કોમ્યુનિટી હોલ અઠવાલાઈન્સ ખાતે મતદાન કરવામાં આવ્યું હતું. જિલ્લાના ગ્રામ્ય પોલીસકર્મી અને રાજ્ય પોલીસ અનામત દળ માટે કામરેજના વાવ ખાતે 4 ડિસેમ્બરથી ઘલુડી એસઆરપી કેમ્પમાં મતદાન થશે.