શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 24 માર્ચ 2017 (10:40 IST)

મિશન 150 - આજે ગુજરાતના MLA સાથે નાસ્તો કરશે PM મોદી, આપશે જીતનો મંત્ર

મિશન 150
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વિધાનસભામાં ભાજપાને ઐતિહાસિક જીત અપાવ્યા પછી હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણી પર છે. આ માટે ભારતીય જનતા પાર્ટી અને અમિત શાહની આખી ટીમ કામે લાગી છે. જેને ધ્યાનમાં રાખતા પીએમ મોદી ગુજરાતના સંસદ સભ્યોને મળશે. 
 
દિલ્હીમાં થનારી આ મુલાકાતમાં પીએમ મોદી ગુજરાતના બધા 26 સાંસદ સભ્યોને મળશે. એવુ કહેવાય રહ્યુ છે કે પીએમ મોદી તેમને ગુજરાત ચૂંટણીને લઈને આગળણી રણનીતિ પર ચર્ચા કરી શકે છે.  ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકસભાની 26 સીટ છે અને બધા પર ભાજપાનો કબજો છે. 
 
મોદી લહેરના સહારે મિશન 150માં લાગી ભાજપા 
 
ગુજરાતમાં આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી થવાની છે. તેના પર ધ્યાન કેન્દ્રિત કરતા ભાજપાએ મોદી લહેરના સહારે મિશન 150 મેળવવાની પહેલ શરૂ કરી દીધી છે. 
 
ભાજપના એક વરિષ્ઠ નેતાએ આ વિશે પૂછતા બતાવ્યુ કે ગુજરાત ચોક્કસ રૂપે અમારે માટે મહત્વનુ છે. અમે મિશન 150 દ્વારા ગુજરાત અભિયાનને આગળ વધારી રહ્યા છે.  ચોક્કસ જ સ્થાનીક ચૂંટણીના પરિણામમાં ભાજપાને મળેલ સફળતા આ વાતનુ પ્રમાણ છે કે ઉત્તરપ્રદેશની જેમ જ ગુજરાતમાં પણ અમે સફળતા મેળવીશુ. 
 
ગુજરાતમાં લાગ્યા પોસ્ટર 
 
ગુજરાતમાં વિવિધ સ્થાન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહના પોસ્ટ લગાવવામાં આવી રહ્યા છે જેના પર લખ્યુ છે. યૂપીમાં 325, ગુજરાતમાં 150. ગુજરાતની 182 સભ્યોની વિધાનસભામાં એકવાર ફરી જીત મેળવવા માટે ભાજપા મોદી લહેરનો લાભ ઉઠાવવા માંગે છે. રાજ્યમાં છેલ્લા 19 વર્ષથી ભાજપા સત્તામાં છે. પ્રધાનમંત્રી બનતા પહેલા જ મોદી ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. 
 
આ વખતે આ છે પડકાર 
 
આ વર્ષે થનારા વિધાનસભા ચૂંટણીમાં ભાજપાના સમક્ષ અનેક પ્રકારના પડકાર છે જેમાથી કે પ્રમુખ પડકાર પટેલ સમુહને અનામતની માંગ કરવા સંબંધિત પાટીદાર આંદોલન છે. આ આંદોલનની આગેવાની હાર્દિક પટેલ કરી રહ્યા છે. આ સાથે જ ઉના સહિત રાજ્યના કેટલાક ભાગમાં દલિતો પર કથિત અત્યાચારના મામલે વિપક્ષના આરોપ અને તેની સાથે જોડાયેલ ઘટનાક્રમ પણ એક મોટો પડકાર છે.