ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ અને નોટાનો ખેલ
ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. બન્ને રાજ્યોમાં ભાજપની જીત જણાઈ રહી છે. પરંતુ મતગણતરીના આંકડાઓ પર નજર કરીએ તો અપક્ષ અને નોટાએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે.ઈલેક્શન કમિશનના આકંડા અનુસાર, અત્યાર સુધી અપક્ષને 4.3 ટકા એટલે કે 12,12,421 વોટ મળ્યા છે જ્યારે NOTAને 1.8 ટકા એટલે કે 5,21,314 વોટ મળ્યા છે. આ સિવાય ભાજપને સૌથી વધારે 49 ટકા અને કોંગ્રેસને બીજા ક્રમાંકે 41.3 ટકા વોટ મળ્યા છે.ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મતગણતરીમાં ભાજપ આગળ છે અને કોંગ્રેસે પણ અનેક વિસ્તારોમાં ભાજપને ટક્કર આપી છે. અનેક દિગ્ગજ નેતાઓ હાર્યા છે, તેમજ ઘણાં વિસ્તારોમાં ચોંકાવનારા પરિણામો પણ સામે આવ્યા છે.