શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 18 ડિસેમ્બર 2017 (14:54 IST)

કોંગ્રેસ પાસે માત્ર પરેશ ધાનાણી સિવાય કોઈ મોટો નેતા બચ્યો નહીં.

કોંગ્રેસ પાસે શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચોધરી, જેવા દિગ્ગજ નેતાઓ આ વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયાં છે. આવુ જ ભાજપમાં પણ થયું છે. ભાજપમાં શંકર ચૌધરી, ચિમનભાઈ સાપરીયા, જયનારાયણ વ્યાસ, જેવા નેતાઓ પણ હારી ગયાં છે. ત્યારે ભાજપ પાસે નેતૃત્વ કરી શકે તેવા નેતાઓ છે. આ નેતાઓ પાસે પાર્ટીની સખત ડીસીપ્લીન છે. ત્યારે કોંગ્રેસમા હવે કોઈ વિધાનસભામાં નેતૃત્વ કરી શકે એવું બચ્યુ નથી. કારણ કે તમામ મોટા માથાના નેતાઓ હારી ગયાં છે. એટલે એક માત્ર પરેશ ધાનાણી અને અલ્પેશ ઠાકોર સિવાય હવે કોંગ્રેસમાં કોઈ અવાજ ઉઠાવી શકે એવું રહ્યું નથી. ત્યારે હવે જોવાનું એ છે કે પાર્ટીના નેતાઓ ક્યાં કાઠુ કાઢી શકે છે.