શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 18 ડિસેમ્બર 2017 (14:53 IST)

પાટીદારોએ જ્યાં હંગામો કર્યો ત્યાં જ ભાજપની જીત થઈ, સુરતની વરાછા બેઠક બીજેપીના કિશોર કાનાણી જીત્યાં

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે. બીજેપી ફરી એક વાર રાજ્યમાં સરકાર બનાવશે. ચૂંટણી પહેલા કહેવાતુ હતું કે પાટીદારોના વિસ્તારોમાં બીજેપીને નુકશાન થશે. પરંતુ પરિણામો પછી આના વિપરીત અસર જોવા મળે છે. બીજેપીને એવી બેઠક પર પણ જીત મેળવી છે જ્યાં બીજેપની નેતાઓએ પાટીદાર નેતાઓને આવવા પણ નહતાં દેતાં. સુરતની વરાછા બેઠક આ બેઠકોમાંની એક છે. બીજેપીના ઉમેદવાર કિશોર કાનાણી અહીંયાથી વિજય બન્યા છે. તેમને 29207 વોટ મળ્યાં છે. નોંધનીય છે કે આ પાટીદાર વિસ્તાર છે જેમાં બીજેપી ઉમેદવારોને આવવા પણ નથી દીધા અને તેમની સામે વિવિધ સ્થળે પોસ્ટરો પણ લગાવ્યાં પણ છે. નામાંકન સમયે આ વિસ્તારમાં કાનાણીએ મોટી રેલી કરી હતી. તેમનો વિરોધ પાટીદારોની સાથે બીજેપી નેતાઓ એ પણ કર્યો હતો.