મંજુરી નહીં હોવા છતાં અમદાવાદમાં હાર્દિક પટેલનો રોડ શો, મોટી સંખ્યામાં પાટીદારો જોડાયાં
હાર્દિક પટેલે ગઈ કાલે પાટણ જિલ્લાના લણવામાં ઉત્તર ગુજરાતમાં ભાજપને પાડી દેવા હાંકલ કરી હતી. સાથે જ ત્યાં લોકોને શપથ લેવડાવીને ભાજપને મત નહીં આપવા જઉં સાથે જ હરાવવા કહ્યું હતું અને અમદાવાદની રેલી અને સભામાં આવવા આહવાન કર્યું હતું. આજે અમદાવાદના ઘૂમા ગામથી નિયત સમય કરતાં તેનો રોડ શો મોડો શરૂ થયો છે. તેને રોડ શો કરવાની મંજૂરી નથી. આમછતાં પાટીદારો હાર્દિક પટેલના રોડ શોમાં મોટી સંખ્યામાં જોડાયા છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલ આજે અમદાવાદના નિકોલમાં સભા કરશે. સભા પહેલા હાર્દિક ઘૂમા ગામથી એક રેલી સ્વરૂપે નીકળીને શહેરના મોટા ભાગના વિસ્તારોમાંથી પસાર થઈને રોડ શો યોજી રહ્યો છે. ગઈકાલે હાર્દિકને પહેલા સભા કે રેલીને મંજૂરી આપવામાં આવી ન હતી. આ માટે તંત્ર સુરક્ષા કારણો માની રહી હતી. તંત્ર સાથે પાસની વાતચીત બાદ મંજૂરી આપવામાં આવી હતી. જેમાં હાર્દિકના રોડ શોના ઘણી જગ્યા રદ્દ કરવામાં આવી છે કે ડાયવર્ટ કરવામાં આવી છે