ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 11 ડિસેમ્બર 2017 (11:41 IST)

અમદાવાદમાં મોદી, રાહુલ અને હાર્દિકનો રોડ શો રદ કરાયો

ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન થઇ ગયું છે હવે આગામી 14મી તારીખે મતદાન થવાનું છે. ત્યારે બંને પક્ષના દિગ્ગજ નેતાઓ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ગજવી રહ્યા છે. આજે અમદાવાદમાં વડાપ્રધાન મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધીના રોડ શો યોજાવાના હતા જે હવે રદ્દ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હાર્દિક પટેલનો પણ રોડ શો રદ્દ કરી દેવામાં આવ્યો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે યોજાનાર રોડ શોની ગુજરાત પોલીસે મંજૂરી આપી નથી. 

પોલીસના જણાવ્યા પ્રમાણે રોડ શોના કારણે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા વધશે જેના કારણે પરિવહમાં તકલિફ પડી શકે એટલા માટે અત્યારે રોડ શો રદ્દ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખીને તમામ રોડ શોને રદ્દ કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ધરણીધરથી બાપુનગર સુધી ભાજપનો રોડ શો યોજાવાનો હતો. બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો પણ સોમવારે સાંજે અમદાવાદના વિરમગામમાં રોડ શો યોજાવાનો હતો. વીરમગામ હાર્દિક પટેલ અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરના ગૃહજનપદ છે. આ ઉપરાંત રાહુલની ગાંધીનગરમાં પણ જનસભા સંબોધવાનું આયોજન હતું. અમદાવાદના જગન્નાથ મંદિરથી મેમ્કો સુધી કોંગ્રેસનો રોડ શો યોજાવનો હતો. આ ઉપરાંત પાટીદાર નેતા હાર્દિક પટેલના અમદાવાદ પશ્વિમથી અમદાવાદ પૂર્વ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો 97 સ્થળોથી પસાર થઇને નિકોલમાં પબ્લિક મિટિંગની સાથે પૂર્ણ થશે.