ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 11 ડિસેમ્બર 2017 (11:33 IST)

ઈવીએમ મશીન આખી રાત ગાડીમાં પડ્યાં રહ્યાં, બીજા દિવસે સવારો ગામલોકોએ પરત કર્યાં

નર્મદા જિલ્લાની દેડિયાપાડા વિધાનસભાના કંજાલ ગામે બુથ ઉપર મોકલાયેલું એક ઈવીએમ મશીન રૂટ ઉપર ફાળવેલી જીપમાં જ આખી રાત પડી રહ્યું હતું. બીજા દિવસે તે બાબતની જાણ જીપ માલિકને તથાં આગેવાનોએ સાથે મળીને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચતું કર્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ કલેકટરને તપાસના આદેશ કરી જવાબદારો સામે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે. કંજાલ ગામે ફાળવાયેલા મતદાન કેન્દ્રના બુથ 1 ઉપર યોજાયેલા મતદાનમાં બે થી ત્રણ વખત ઈવીએમ ખોટકાયા હોવાની ફરિયાદ ઉઠી હતી.

જેના પગલે મતદાનમાં વિલંબ થયો હતો. આખરે ઝોલન અધિકારીને ઈવીએમ ખોટકાયા અંગેની ફરિયાદ કરવામાં આવતાં બાદમાં રાત્રે 9 વાગ્યા સુધી મતદાન ચાલ્યુ હતું. મતદાન પૂર્ણ થયાં બાજ બુથ ઉપર ફરજ બજાવી રહેલાં કર્મીઓ દ્વારા રાત્રે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ સ્ટ્રોંગ રૂમ ખાતે તમામ સામગ્રી પરત કરી હતી. જોકે કંજાલ બુથ ઉપર ઈવીએમ બદલ્યા પછી તે ઈવીએમ ઝોનલ ઓફિસરને ફાળવેલી ક્રુઝર જીપ નંબર જીજે - 22, યુ- 1973માં જ રહી ગયું હતું. બીજા દિવસે રવિવારે જીપના માલિક પોતાના નિત્યક્રમ મુજબ જીપ સાફ કરી રહ્યા હતા. ત્યારે પાળછની સીટના ભાગે ઈવીએમ અને વીવીપેટ મશીન પડેલું હોવાથી ચોંકી ઉઠ્યા હતા. બાદમાં તેમણે ગામલોકોને જાણ કરતાં આગેવાનો સહિત બોગજ ગામના ચૈતરભાઈ વસાવા અને કંજાલ ગામના ભીખાભાઈ સહિતના આગેવાનો આ મશીન લઈને દેડિયાપાડા પ્રાંત કચેરીએ આવ્યા હતા. પરંતુ રવિવાર હોવાથી પ્રાંત ઓફિસ બંધ હોઈ જિલ્લા કક્ષાએ ઘટનાની જાણ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને અધિકારીની હાજરીમાં ઈવીએમ પરત કર્યું હતું. આ રિઝર્વ મશીન હતું. તેમાં કોઈ મતદાન થયું નથી. મશીનની ખરાઈ કરવામાં આવી છે. જોકે ફરજ પરના કર્મીઓ-અધિકારીઓની ભૂલ ચોક્કસ થઈ છે. સમગ્ર ઘટનામાં તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. તેમાં જવાબદાર અધિકારી-કર્મચારી સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.