સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 19 નવેમ્બર 2022 (11:39 IST)

Accident - કંપારી છોડાવી દેનારો અકસ્માત-VIDEO

accident
કામરેજ તાલુકાના વાવ ગામે રહેતો શૈલેષ દિપકભાઈ મિસ્ત્રી જેની માતાને બારડોલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શૈલેષ તેની CNG અલ્ટો કાર નંબર GJ-05-RB-6167 લઈને બારડોલી ગયો હતો કારણ કે તેણે તેની માતાની હોસ્પિટલનું બિલ ભરવાનું હતું. દરમિયાન વાવથી જોળા રોડ પર ચાર રસ્તા પાસે અચાનક રોંગ સાઈડથી આવી રહેલ મોટરસાઈકલ તેમની કાર સાથે અથડાઈ હતી.
 
સુરત શહેરના બે યુવકો મોટર સાયકલ નંબર જીજે-05-એમઇ-0105 પર સવાર હતા. સુરતના રમેશ ગુલાબભાઈ મિસ્ત્રી અને વિષ્ણુ શેટ્ટી નામના બંને યુવાનો મોટરસાઈકલ પર કાર સાથે અથડાયા હતા. અકસ્માતમાં રમેશ મિસ્ત્રી કારના આગળના ભાગે પડી ગયો હતો અને સાગર  વિષ્ણુ શેટ્ટી રોડની સાઈડ પર પટકાયો હતો. અકસ્માતમાં કારમાં અચાનક આગ લાગી હતી. આગમાં કારના આગળના ભાગે પડેલો યુવાન દાઝી ગયો હતો. જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઇજાઓ સાથે 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.