ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (00:12 IST)

Assembly Election Result 2022 Live updates: ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ, કોણ બનશે મુખ્યમંત્રી ?

live commentary
ગુજરાતની 182 અને હિમાચલ પ્રદેશની 68 બેઠકો માટે 2022ની વિધાનસભા ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થવા જઈ રહ્યા છે. એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપની સરકાર બનવાની શક્યતા દેખાઈ રહી છે, જ્યારે હિમાચલમાં હરીફાઈ નજીક છે. આ ચૂંટણીઓમાં કોણ હાર્યું અને કોનાં માથે સજાયો જીતનો તાજ..  અમે તમને આ બધું જણાવીશું  સવારે 7 વાગ્યાથી  તો રાહ જુઓ 8 ડિસેમ્બરે સવારે 7 વાગ્યે અને જાણો ચૂંટણી સંબંધિત દરેક પળની અપડેટ....

- ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ની મતગણતરી આવતીકાલે એટલે કે 08 ડિસેમ્બરે, સવારે 8:00 વાગે સમગ્ર રાજ્યમાં 37 મતગણતરી કેન્દ્રો પર શરૂ કરાશે. મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ કરાશે

- - ગુજરાતમાં આ વખતે 2.53  કરોડ પુરુષ, 2.37 કરોડ મહિલા અને 13.91 ટ્રાન્સજેન્ડર્સ એમ કુલ 4.91 કરોડ નોંધાયેલા મતદાર હતા. આ પૈકી 1.69 કરોડ પરુષ-1.46 કરોડ મહિલા અને 445 ટ્રાન્સજેન્ડર્સ એમ કુલ 3.16 કરોજ મતદારો જ મત આપવા ગયા હતા. આમ, 1.75 કરોડ લોકોએ મતાધિકારનો ઉપયોગ જ કર્યો નહોતો. જેની સરખામણીએ 2017માં  કુલ મતદારો 4.35 કરોડ મતદારો હતા અને તેમાંથી 1.37 કરોડ લોકોએ મતાધિકારનો ઉપયોગ જ કર્યો નહોતો. 2017માં પુરુષ મતદાતાનું પ્રમાણ  70.54 ટકા અને મહિલા મતદાતાનું પ્રમાણ 66.11 ટકા હતું. જેની સરખામણીએ આ વખતે પુરુષ મતદાતા 66.74 ટકા, 61.75 ટકા હતું.