ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 13 નવેમ્બર 2022 (16:21 IST)

Gujarat assembly election 2022- વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ભાજપમાંથી રાજીનામું

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપના પ્રાથમિક સભ્યપદથી લઈને ધારાસભ્યપદ સુધીનાં તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે.
 
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે ટિકિટ ન મળતાં તેમના કાર્યકરો નારાજ હતા અને કાર્યકરોના કહ્યા અનુસાર તેમણે રાજીનામું આપી દીધું છે.
 
તેમણે વધુમાં જણાવ્યું, "મારા કાર્યકરો નારાજ થયા છે અને કાર્યકરોએ સમિતિ બનાવીને નિર્ણય લીધો છે કે મારે રાજીનામું આપી દેવું જોઈએ."
 
ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ અપક્ષ ચૂંટણી લડશે કે બીજી કોઈ પાર્ટીમાં જોડાશે એ બધી બાબતોનો નિર્ણય તેમના કાર્યકરો કરશે એવી વાત પણ તેમણે કરી છે.