બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 12 નવેમ્બર 2022 (14:50 IST)

ગુજરાત ચૂંટણી પહેલા ITનું મેગા ઓપરેશન: રાજકોટ, ગાંધીધામ, ભુજમાં 200થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને દરેક પાર્ટી પોતાના ઉમેદવારોની યાદી જાહેર  કરી રહી છે ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં આવકવેરા વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગુજરાતમાં રાજકોટ, ગાંધીધામ , ભુજમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડા ફાઈનાન્સ બ્રોકર અને રીયલ એસ્ટેટના ધંધાર્થીઓને ત્યાં પાડવામાં આવ્યા છે. આ દરોડામાં 200થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો હતો. મીઠાઈ, રિયલ એસ્ટેટ અને ફાઈનાન્સ સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપના ભુજ, ગાંધીધામ, અંજાર સહિતના 30થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગે આજે સવારમાં જ કાર્યવાહી હાથ ધરી હતી.

આવકવેરા વિભાગના દરોડાથી સમગ્ર રિયલ એસ્ટેટના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તેની સાથે જ ફાઈનાન્સ બ્રોકરોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં 30થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા ચાલી રહ્યા છે.  ફાઈનાન્સ, પ્રોપર્ટી, સહિતના વ્યવસાય સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપ પર તવાઈ બોલાવવામાં આવી છે. ગાંધીધામ અંજાર અને ભુજમાં ભાગીદારોના રહેઠાણ અને ઓફિસ ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે. દરોડાની તપાસની કાર્યવાહીના અંતે મોટા પાયે બેનામી સંપતિ મળે તેવી શક્યતા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે 2022-23ના નાણાકીય વર્ષમાં રાજકોટ અને અમદાવાદની આવકવેરા વિભાગની ઈન્વેસ્ટીગેશન વીંગ દ્વારા પ્રથમ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.