ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 13 નવેમ્બર 2022 (10:59 IST)

ગુજરાત કૉંગ્રેસના ઉમેદવારોની ચોથી યાદી જાહેર, અત્યાર સુધી 105 બેઠકો પર ઉમેદવારો નક્કી કરાયાં

gujarat election
આ અગાઉ જાહેર કરાયેલી ત્રણ યાદીઓમાં કૉંગ્રેસ તરફથી કુલ 96 ઉમેદવારો જાહેર કરાયા હતા. હવે ચોથી યાદીનાં નવ નામો સાથે કુલ 105 ઉમેદવારો જાહેર કરાઈ ચૂક્યા છે.
 
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત રાજકીય પક્ષો ચૂંટણી માટે પોતાના ઉમેદવારો જાહેર કરવાની પ્રક્રિયાના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે.
 
શનિવારે રાત્રે ગુજરાત કૉંગ્રેસ વધુ નવ ઉમેદવારોનાં નામોની યાદી જાહેર કરી હતી.
 
આ અગાઉ જાહેર કરાયેલી ત્રણ યાદીઓમાં કૉંગ્રેસ તરફથી કુલ 96 ઉમેદવારો જાહેર કરાયા હતા. હવે ચોથી યાદીનાં નવ નામો સાથે કુલ 105 ઉમેદવારો જાહેર કરાઈ ચૂક્યા છે.
 
કૉંગ્રેસે જાહેર કરેલ ચોથી યાદીમાં
 
દ્વારકા માટે માલુભાઈ કંદોરિયા,
તાલાલા બેઠક પર માનસિંહ ડોડિયા,
કોડિનાર (એસસી) બેઠક માટે મહેશ મકવાણા
ભાવનગર ગ્રામ્ય બેઠક પર રેવતસિંહ ગોહિલ
ભાવનગર પૂર્વ પર બલદેવભાઈ માજીભાઈ સોલંકી
બોટાદ માટે રમેશ મેર,
જંબુસર બેઠક પર સંજય સોલંકી
ભરૂચ બેઠક પરથી જયકાંતભાઈ બી. પટેલ અને
ધરમપુર (એસટી) બેઠક માટે કિશનભાઈ વેસ્તાભાઈ પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે.
નોંધનીય છે કે કૉંગ્રેસના અશોક ગેહલોત અને ગુજરાત કૉંગ્રેસ પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ શનિવારે કૉંગ્રેસનું ચૂંટણીલક્ષી ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. જેમાં ગુજરાતનાં ઘણાં વર્ગો, સમુદાયો અને લક્ષ્યજૂથોને ધ્યાને રાખીને વાયદા કરાયા હતા. જે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો મુદ્દો બન્યા હતા.