1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 12 નવેમ્બર 2022 (10:43 IST)

ભાજપે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે 40 સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા

ભાજપે શુક્રવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, જેપી નડ્ડા, પરિવહન મંત્રી નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની સહિત કુલ 40 સ્ટાર પ્રચારકોના નામ સામેલ છે. આ સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, આસામના સીએમ હેમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ભાજપ માટે વોટ માંગતા જોવા મળશે. ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે.
 
સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિમાંથી દૂર કરવામાં આવેલા નીતિન ગડકરીને સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય સીઆર પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાનીના નામ પણ આ યાદીમાં સામેલ છે. આ સાથે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, આસામના સીએમ હેમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ભાજપ માટે વોટ માંગતા જોવા મળશે. આ સાથે જ ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. જોકે, બંનેએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો.
 
કેન્દ્રીય મંત્રીઓને પણ મળી જવાબદારી 
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલાને પણ પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. તે જ સમયે, ભોજપુરી ગાયકો અને પાર્ટીના સાંસદો મનોજ તિવારી, રવિ કિશન અને દિનેશ લાલ યાદવ નિરહુઆ પણ રેલીમાં ભાજપ માટે વોટ માંગતા જોવા મળશે.
 
હેમા માલિની અને અભિનેતા પરેશ રાવલને પણ મળ્યું સ્થાન
યુવા મોરચાના પ્રમુખ તેજસ્વી સૂર્યા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. ફિલ્મ અભિનેત્રી હેમા માલિની અને અભિનેતા પરેશ રાવલ પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે.
 
AAPએ 20 સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર 
ગુજરાત ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદી પણ બહાર પાડી છે. 20 નેતાઓની આ યાદીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, સાંસદો સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢાના નામ પણ સામેલ છે. ગુજરાત ચૂંટણી પ્રચારમાં ભગવંત માનની સાથે પાર્ટીએ દિલ્હીની સાથે પંજાબના નેતાઓ પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પાર્ટીએ સ્ટાર પ્રચારક તરીકે બે મહિલા નેતાઓને પણ સામેલ કર્યા છે.
 
એક મહિનાના હવાઈ પ્રચાર માટે રૂ 100 કરોડનો ધુમાડો કરશે. ઇલેક્શનમાં વિવિધ પાર્ટીઓ દ્વારા એડવાન્સ બુક કરેલા ચાર્ટર્ડ વિમાનોની અછત સર્જાશેઆ સમય દરમિયાન અન્ય કોઇ વ્યક્તિ કે પાર્ટીને ચાર્ટર્ડ વિમાનની જરૂરીયાત ઉભી થશે તો પ્રતિ કલાકે 25 થી 50 હજાર ભાડુ્ં વધુ ચુકવવા તૈયાર રહેવું પડશે.
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે ભાજપ સજજ બન્યું છે, ત્યારે ચૂંટણીના સ્ટાર પ્રચારકો માટે ભાજપે વિશેષ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી છે. પ્રદેશ કાર્યાલય કમલમના પાછળના ભાગમાં વિશેષ હેલિપેડ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત ભાજપે 5 વિશેષ હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યા છે. આ વિશેષ હેલિકોપ્ટર દિલ્હી, બેંગ્લોર અને મુંબઈથી પ્રદેશ કાર્યાલય કમલમમાં લાવવામાં આવ્યા છે. સ્ટાર પ્રચારકો ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પ્રચાર માટે જઈ શકે તે માટે હેલિકોપ્ટરની ભાજપે વ્યવસ્થા કરી છે.