1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By વૃષિકા ભાવસાર|
Last Updated : શુક્રવાર, 11 નવેમ્બર 2022 (09:24 IST)

Gujarat assembly election 2022કોંગ્રેસે મોડી રાતે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી, દિગ્ગજોને રીપિટ કરાયા

congress
કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યા હતા. ત્યારે આજે મોડી રાતે બીજી 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કરતાં કોંગ્રેસના જાહેર થયેલા કુલ ઉમેદવારોની સંખ્યા 89 થઈ છે. જેમાં કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે.કોંગ્રેસ મોડી રાત્રે યાદી જાહેર કરતા જ કેટલીક અટકળોનો અંત આવ્યો હતો. જેમ કે ધોરાજીથી લલિત વસોયા ભાજપ જોડાશે તેવી ચર્ચા ઘણા સમયથી ચાલતી હતી, પરંતુ કોંગ્રેસ તેમનું જાહેર કરતા આ અટકળો ઉપર પૂર્ણ વિરામ લાગી ગયું હતુ.તો બીજી તરફ કોંગ્રેસ-બીટીપી ગઠબંધન ચર્ચા પર પૂર્ણવિરામ મૂકાયું છે.

કોંગ્રેસે ડેડીયાપાડા બેઠક પર જેરમાબેન વસાવા અને અને ઝઘડીયા બેઠક પરથી ફતેહસિંહ વસાવાને ઉેદવાર જાહેર કરીને કોંગ્રેસ બીટીપીના ગઢબંધનની અટકળો બંધ કરી દીધી હતી. નોંધનીય છે કે વર્ષ 2017ની ચૂંટણીમાં કોગ્રેસ અને બીટીપીનું ગઠબંધન થયું હતું.કોંગ્રેસ પણ ભાજપની જેમ જ કેટલીક બેઠકો પર હજી નામ જાહેર કર્યા નથી, ત્યારે એવું લાગે છે કે ભાજપ કોંગ્રેસ અને આમ કેટલીક મહત્વની બેઠકો પરની બંધ બાજી ખોલી નથી રહ્યા અને કદાચ રાહ જોઈ રહ્યા છે કે કયો પક્ષ બાકીની બેઠક પર કયા મહત્વના ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારે છે.

હાલાં તો કોંગ્રેસ જંબુસર ના ધારાસભ્ય સંજય સોલંકીને લઈ કોંગ્રેસ અસમંજસની સ્થિતિમાં છે તેમજ રાપરના ધારાસભ્ય સંતોકબેન એરઠીયાને લઈ પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે તેમજ કેટલીક બેઠકોના ઉમેદવારના નામ જાહેર નથી કરવામાં આવ્યા. આશરે 6 દિવસ આગાઉ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે પ્રથમ યાદી કરી જાહેર કરી હતી. જેમાં કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં હતા.  આ યાદીમાં અર્જૂન મોઢવાડિયા, ભીખુભાઈ દવે, હિતેશ વોરા સહીતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે  આજે વધુ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે.  ગુજરાત ચુંટણીને પગલે આજે ભાજપે 160  ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. અગાઉ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરએ નિવેદન આપ્યું હતું. ભાજપની યાદી જાહેર થઈ છે. હવે અમારી યાદી પણ જાહેર કરવામાં આવશે. જેને લઇને આજે યાદી જાહેર કરી છે.