ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By વૃષિકા ભાવસાર|
Last Updated : ગુરુવાર, 10 નવેમ્બર 2022 (18:32 IST)

ભાજપે પ્રથમ યાદીમાં એક દબંગ નેતા સહિત 38 સિટિંગ ધારાસભ્યોની ટીકિટ કાપી

ભાજપે કયા નેતાઓની ટિકિટ કાપી? આ રહ્યું લિસ્ટ

MLA not in list
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. જેને લઈને ભાજપે પણ ઉમેદવારોનો નામની પ્રથમ યાદી જાહેર કરી છે. આપને જણાવી દઈએ કે, આ યાદીમાં કેટલા નેતાઓના પત્તા કપાયા છે અને કેટલા નેતાઓને રિપીટ કરવામાં આવ્યા છે. બીજેપીએ પ્રથમ તબક્કામાં 160 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યાં છે. પ્રથમ યાદીમાં બીજેપીએ 38 સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી છે. જોકે, બીજેપી તરફથી જણાવવામાં આવ્યું છે કે જે લોકોને ટિકિટ નથી આપવામાં આવી તેમણે પોતાની મરજીથી ચૂંટણી ન લડવાનું જણાવ્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી : ભાજપે કયા નેતાઓની ટિકિટ કાપી? આ રહ્યું લિસ્ટ 
 
ભારતીય જનતા પક્ષે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 160 બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. વર્ષ 2017ની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા ધારાસભ્યોમાંથી અને પરાજિત થયેલા કુલ 160 ઉમેદવારોમાંથી ભાજપે આ વખતે 79 ઉમેદવારોને આ વખતે ટિકિટ આપી નથી. આ લિસ્ટ નીચે મુજબ છે.
 
અબડાસાથી છબીલ પટેલ
ભુજથી ડૉ. નિમાબહેન આચાર્ય
અંજારથી વાસણ આહિર
રાપરથી પંકજ મહેતા
ધાનેરાથી માવજી દેસાઈ
દાંતાથી માલજીભાઈ કોદાવરી
વડગામથી વિજય ચક્રવર્તી
પાલનપુરથી લાલજી પ્રજાપતિ
ડીસાથી શશીકાંત પંડ્યા
સિદ્ધપુરથી જયનારાયણ વ્યાસ
ઊંઝાથી નારાયણભાઈ પટેલ
મહેસાણાથી નીતિન પટેલ
કડીથી પૂંજાભાઈ સોલંકી
બેચરાજીથી રજનીકાંત પટેલ
ઈડરથી હિતુ કનોડિયા
ખેડબ્રહ્માથી રમીલાબહેન બારા
બાયડથી અદેસિંહ ચૌહાણ
વીરમગામથી ડૉ. તેજશ્રીબહેન પટેલ
વેજલપુરથી કિશોર ચૌહાણ
વટવાથી પ્રદિપસિંહ જાડેજા
ઍલિસબ્રિજથી રાકેશ શાહ
નારણપુરામાં કૌશિક પટેલ
નરોડાથી બલરામ થવાની
ઠક્કરબાપાનગરથી વલ્લભ કાકડિયા
બાપુનગરથી જગરૂપસિંહ રાજપૂત
દરિયાપુરથી ભરત બારોટ
મણિનગરથી સુરેશ પટેલ
દાણીલીમડાથી જિતુભાઈ વાઘેલા
સાબરમતીથી અરવિંદ પટેલ
અસારવાથી પ્રદિપ પરમાર
ધોળકાથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
વઢવાણથી ધનજી પટેલ
ધ્રાંગધ્રાથી જેરામભાઈ સોનગરા
ટંકારાથી રાઘવજી ગડારા
રાજકોટ પૂર્વથી અરવિંદ રૈયાણી
રાજકોટ પશ્ચિમથી વિજય રૂપાણી
રાજકોટ દક્ષિણથી ગોવિંદ પટેલ
રાજકોટ ગ્રામ્યથી લાખાભાઈ સાગઠિયા
કાલાવડથી મૂળજીભાઈ ધૈયાડા
જામનગર ઉત્તરથી હકુભા જાડેજા
જામનગર દક્ષિણથી આર. સી. ફળદુ
માણાવદરથી નીતિન ફળદુ
જૂનાગઢથી મહેન્દ્ર મશરૂ
વિસાવદરથી કિરીટ પટેલ
સોમનાથથી જશાભાઈ બારડ
તાલાલાથી ગોવિંદભાઈ પરમાર
કોડિનારથી રામભાઈ વાઢેર
ધારીથી દિલીપ સંઘાણી
અમરેલીથી બાવકુ ઊંધાડ
લાઠીથી ગોપાલ ચમારડી
સાવરકુંડલાથી કમલેશ કાનાણી
મહુવાથી રાઘવ મકવાણા
ગઢડાથી આત્મારામ પરમાર
બોટાદથી સૌરભ પટેલ
અંકલાવથી હંસાકુંવરબા રાજ
માતરથી કેસરીસિંહ સોલંકી
મહુધાથી ભરતસિંહ પરમાર
ઠાસરાથી રામસિંહ પરમાર એમના દીકરા યોગેન્દ્રસિંહને ટિકિટ આપી
કપડવંજથી કનુભાઈ ડાભી
લુણાવાડાથી મનોજકુમાર પટેલ
કાલોલથી સુમનબહેન ચૌહાણ
વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવ
છોડા ઉદેપુરથી જશુ રાઠવા
અકોટાથી સીમા મોહિલે
રાવપુરાથી રાજેન્દ્ર ત્રિવેદી
પાદરાથી દિનેશ પટેલ
કરજણથી સતીષ પટેલ
નાંદોદથી શબ્દશરણ તડવી
ડેડિયાપાડાથી મોતીલાલ વસાવા
જંબુસરથી છત્રસિંહ મોરી
ઝઘડિયાથી રવજી વસાવા
ભરૂચથી દુષ્યંત પટેલ
કામરેજથી વી. ડી. ઝાલાવાડિયા
ઉધનાથી વિવેક પટેલ
વ્યારામાં અરવિંદ ચૌધરી
નિઝરમાં કાંતિલાલ ગામીત
નવસારીમાં પિયુષ દેસાઈ
વાંસદામાં ગણપત મહાલા
કપરાડામાં મધુ રાઉત
 

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા પણ મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ, કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.પ્રથમ તબક્કામાંથી 89માંથી 84 ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં પહેલા તબક્કામાંથી 84માંથી 14 મહિલાઓ સામેલ કરવામાં આવી છે. આ સાથે 4 ડોક્ટર અને 4 PHD ભાજપના ઉમેદવાર જાહેર થયા છે. ઘાટલોડિયાથી લડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હાર્દિક પટેલ વિરમગામથી લડશે ચૂંટણી, વાવમાં સ્વરૂપ ઠાકોર, થરાદમાં શંકર ચૌધરી, જેતપુરમાં જયેશ રાદડિયાને અપાઈ ટિકિટ, જસદણથી કુંવરજી બાવળિયા લડશે, હર્ષ સંઘવી મજૂરાથી લડશે ચૂંટણી, કતારગામથી વિનુ મોરડિયા લડશે, માણાવદરથી જવાહર ચાવડા લડશે,ગઢડામાં શંભુપ્રસાદ ટુંડિયાને ટિકિટ, અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીથી કાંતિ અમૃતિયા ચૂંટણી લડશે.