શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 14 નવેમ્બર 2022 (17:30 IST)

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 - જાડેજાએ જણાવ્યું કે રીવાબા ભાજપમાં કેમ જોડાયાં?

jadeja
ભારતીય ટીમના ખેલાડી રવીન્દ્ર જાડેજા જામનગરમાં આજે કેસરી કુરતામાં ભાજપનાં સ્થાનિક ઉમેદવાવાર અને તેમનાં પત્ની રીવાબા જાડેજા સાથે પક્ષનાં એક કાર્યક્રમમાં જોવા મળ્યા.એ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં રવીન્દ્રે પત્રકારો સાથે વાત કરી.
 
જાડેજાએ કહ્યું, "લોકોની મદદ કરવાનો એમનો સ્વભાવ છે અને એટલે તેઓ રાજકારણમાં જોડાયાં છે. લોકોને મદદ કરવાના વડા પ્રધાનના પથ પર તેઓ ચાલવા માગતાં હતાં. લોકોની મદદ કરવાની ભાજપની જે વિચારધારા છે એ જ વિચારધારામાં મારાં પત્ની માને છે. "
ભાજપે 160 ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે એમાં રીવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી છે.વર્ષ 2019માં જાડેજાનાં પત્ની ભાજપમાં જોડાયાં હતાં.
 
રવિવારે જાડેજાએ તેમનાં પત્નીને ચૂંટણીમાં જિતાડવા માટે હાકલ કરતો વીડિયો પણ ટ્વટિર પર પોસ્ટ કર્યો હતો.