શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 11 નવેમ્બર 2022 (18:28 IST)

ત્રણ બેઠકો પર NCP કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન સફળઃ ગોંડલથી રેશમા પટેલ અને કુતિયાણાથી કાંધલ જાડેજા અટવાયા

gujarat election
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. જેમાં કોંગ્રેસે ગતરોજ 46 ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી દીધી છે. એવામાં ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જગદીશ ઠાકોરે જણાવ્યું કે, ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારીયા આ ત્રણ સીટો પર અમારું ગઠબંધન છે. કોંગ્રેસ આ ત્રણેય બેઠકો પર NCPની સાથે મળીને ચૂંટણી લડશે. NCPનું કોંગ્રેસ સાથે દેવગઢ બારીયા-નરોડા અને ઉમરેઠ બેઠક પર ગઠબંધન કરવામાં આવ્યું છે. NCP નેતા જ્યંત બોસ્કી જણાવ્યું હતું જે પણ NCPના લોકોએ પક્ષની વિરુદ્ધમાં જઈને અપક્ષ ઉમેદવારી નોંધાવી હશે તેમણે પક્ષમાંથી દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

નરોડામાંથી NCPના સંભવિત ઉમેદવાર નિકુલ સિંહ તોમરનું નામ સામે આવ્યું છે. નિકુલ સિંહ અત્યારે કોંગ્રેસના મેન્ડેટ પરથી નરોડાના કોર્પોરેટર છે. જો નિકુલ સિંહ NCPમાંથી જીતે તો કાનૂની સલાહ લઈને જ એક હોદ્દો છોડવો અથવા બન્ને હોદ્દા પર રહી શકે છે. NCP એ આજે આડકતરી રીતે કુતિયાણા અને ગોંડલ બેઠક પરથી પોતાના ઉમેદવાર નહિ ઉભા રાખીને કાંધલ જાડેજા અને રેશ્મા પટેલને મેન્ડેટ નહિ આપવાનો ઇશારો કરી દીધો છે.કુતિયાણા બેઠકને લઈને હજુ વાતચીત ચાલી રહી છે.પક્ષ મેન્ડેટ નહિ આપે છતાં કાંધલ જાડેજા અપક્ષમાંથી ચૂંટણી લડશે તો પક્ષના મોવડી મંડળને રજુઆત કરવામાં આવશે અને મોવડી મંડળ કાર્યવાહી કરશે.