ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 25 નવેમ્બર 2022 (10:28 IST)

શ્રદ્ધા મર્ડર કેસ પર ઓવૈસીએ કહ્યું, 'આ લવ જેહાદનો મામલો નથી, ભાજપ રાજનીતિ કરી રહી છે

અમદાવાદમાં ઑલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શ્રદ્ધા મર્ડર કેસને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે.
 
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, તેમણે કહ્યું હતું કે, "ભાજપની રાજનીતિ બિલકુલ ખોટી છે. આ લવ જેહાદનો મામલો નથી. આ મહિલાની હત્યા, તેના પર થતા અત્યાચારનો મામલો છે. અમે તેની નિંદા કરી છે."
 
"દેશના પુરુષોના દિમાગમાં મહિલાઓ પર અત્યાચાર કરવાની બીમારી છે, તેમના દિમાગનો ઇલાજ કરાવવો જોઈએ.”
 
ગુજરાતમાં ઓવૈસી સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમની પાર્ટી 13 વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.-