સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. ગુજરાત બજેટ 2022
Written By
Last Modified: ગુરુવાર, 3 માર્ચ 2022 (16:55 IST)

વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ `૧૮૨૨ કરોડની જોગવાઇ

પર્યાવરણની સમતુલાની જાળવણી અને વનોનું રક્ષણ તેમજ સંવર્ધન વિકાસ માટે જરૂરી છે. એશિયાઇ સિંહ માટે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય વિશ્વ પ્રસિદ્ધ છે. વૈશ્વિક સ્તરે પક્ષીઓની વૈવિધ્યતાને માન્યતા આપતા રામસર(ઇરાન) કન્‍વેન્‍શનમાં રાજ્યના ચાર જળપ્લાવિત વિસ્તારોનો સમાવેશ થયેલ છે. જે ગૌરવની વાત છે.          
વનો તેમજ ઘાસિયા વિસ્તારોના વિકાસ, સંવર્ધન અને સંરક્ષણની કામગીરી માટે જોગવાઇ `૪૮૦ કરોડ. 
વન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં સામાજિક વનીકરણ માટે જોગવાઇ 
`૩૨૫ કરોડ. 
વન્યપ્રાણીઓના નિભાવ અને સંરક્ષણ માટે જોગવાઇ `૩૨૪ કરોડ. 
વળતર વનીકરણ તથા અન્ય વન વિકાસની કામગીરીઓ માટે જોગવાઈ 
`૧૫૨ કરોડ.   
વન ચેતના કેન્દ્ર, નવા ઘાસ ગોડાઉન અને ઔષધીય વનના કામો માટે જોગવાઇ 
`૧૯ કરોડ.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભારતના રાષ્ટ્રીય વૃક્ષ અને સેંકડો વર્ષો સુધી જીવંત રહેનાર વડના વૃક્ષોનું ૭૫ સ્થળોએ વાવેતર કરી ૭૫ નમો વડ વનનું નિર્માણ કરવામાં આવશે. 
શિવરાજપુર બીચને બ્લ્યુ ફલેગ આંતરરાષ્ટ્રીય બીચ તરીકે માન્યતા મળેલ છે તે જ ધોરણે તીથલ-વલસાડ, માંડવી-કચ્છ, માધવપુર-પોરબંદર અને અહેમદપુર માંડવી-ગીરસોમનાથ ખાતે બ્લ્યુ ફ્લેગ બીચના વિકાસ માટે જોગવાઇ `૮ કરોડ. 
બામ્‍બુ મિશન યોજના હેઠળ આર્થિક મહત્વ ધરાવતા વાંસનું ૫૮૯૧ હેક્ટરમાં વાવેતર કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા જોગવાઇ `૨૦ કરોડ. 
લુપ્ત થતાં તેમજ દુર્લભ પ્રાણીઓ જેવા કે કોરલ રીફ, ડોલ્ફિન, ડુગોંગ તેમજ વરૂના સંરક્ષણ અને સંવર્ધન માટે જોગવાઇ `૧ કરોડ.