સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. ગુજરાત બજેટ 2023
Written By
Last Modified: ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2023 (12:12 IST)

વર્ષ-૨૦૨૪ સુધીમાં રાજ્યના તમામ જરૂરીયાતમંદ કુટુંબોને પોતાના સ્વપ્નનું ઘર પુરૂ પાડવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક, લાભાર્થીઓને કુલ રૂ. ૪૫ કરોડ ચુકવાયા

pm awas yojna
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) તા.૨૦મી નવેમ્બર ૨૦૧૬થી અમલમાં મુકવામાં આવી છે. આ પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વર્ષ-૨૦૨૪ સુધીમાં ઘર વિહોણા અને કાચા આવાસ ધરાવતાએક પણ જરૂરીયાતમંદ કુટુંબો પોતાના સ્વપ્નનું ઘર વિના ન રહે તેવો ગુજરાત સરકારનો લક્ષ્યાંક છે. 
 
જેના ભાગરૂપે આ યોજના અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ ૧,૪૨,૧૮૬ આવાસોને મંજુરી આપી દેવામાં આવી છે. ગત વર્ષે વડાપ્રધાનના હસ્તે અંબાજી ખાતે ૧૫,૦૦૦ આવાસોનું, વડોદરા ખાતે એક લાખ આવાસોનું તેમજ દાહોદ મુકામે ૯,૮૦૦ એમ કુલ ૧,૨૪,૮૦૦ આવાસોનું લોકર્પણ કરવામાં આવ્યુ હતુ તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ છે.
 
પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે, આ યોજના અંતર્ગત પ્રથમ હપ્તાના રૂ. ૩૦ હજાર પેટે ૫૬,૩૫૮ લાભાર્થીઓના ખાતામાં D.B.T ના માધ્યમથી કુલ રૂ.૧૬૯ કરોડથી વધુ ટ્રાન્સફર કરવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત આ યોજના અંતર્ગત છ માસમાં આવાસબનાવીનેપૂર્ણ કરી દેનાર કુલ ૨૨,૫૦૦ લાભાર્થીઓને મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજના હેઠળ રૂ. ૨૦ હજારની સહાય પેટે કુલ રૂ. ૪૫ કરોડ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવ્યા છે. એટલુ જ નહિ, રાજ્ય સરકારની મુખ્યમંત્રી બાથરૂમ બાંધકામ માટે લાભાર્થી દીઠ રૂ. ૫હજારની અતિરીક્ત સહાય આપવામાં આવી છે. જે અંતર્ગત કુલ ૩૧,૩૮૫ લાભાર્થીઓને રૂ. ૧૫.૬૯ કરોડ લાભાર્થીઓના બેન્ક ખાતામાં સીધા જમા કરવામાં આવ્યા છે.
 
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા તા.૧૯ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ  વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૧,૮૪,૬૦૫ આવાસનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકની સામે અત્યાર સુધીમાં કુલ ૧,૪૨,૧૮૬ આવાસોને મંજુરી આપી દેવામાં આવી છે. વર્ષ ૨૦૨૩ના મે મહિના સુધીમાં આ તમામ આવાસોનું ખાતમુહુર્ત કરી પ્લીન્થ લેવલ સુધી પહોંચેતે પ્રકારનું આયોજન છે.

ક્રમ જિલ્લાનું નામ આવાસોની સંખ્યા પ્રથમ હપ્તાની કુલ રકમ
(કરોડ માં)
અમદાવાદ ૧૧૨૨ ૩.૩૭
અમરેલી                   ૧૧૧૮                      ૩.૩૫
આણંદ                        ૪૪૨                      ૧.૩૩
અરવલ્લી                  ૪૮૯૨ ૧૪.૬૮
બનાસકાંઠા                 ૩૯૭૨ ૧૧.૯૨
ભરુચ                        ૫૭૫૧                    ૧૭.૨૫
ભાવનગર ૧૯૬૯ ૫.૯૧
બોટાદ ૬૬૨ ૧.૯૯
છોટાઉદેપુર ૧૦૪૪૩ ૩૧.૩૩
૧૦ ડાંગ ૩૮૪૦ ૧૧.૫૨
૧૧ દેવભૂમિદ્વારકા ૬૧૯ ૧.૮૬
૧૨ દાહોદ                      ૯૭૨૮ ૨૯.૧૮
૧૩ ગાધીનગર ૩૩૯ ૧.૦૨
૧૪ ગીરસોમનાથ             ૧૪૮૩ ૪.૪૫
૧૫ જામનગર                    ૪૭૪ ૧.૪૨
૧૬ જુનાગઢ ૨૫૯૮ ૭.૭૯
૧૭ કચ્છ ૧૬૭૬ ૫.૦૩
૧૮ ખેડા ૧૫૯૪ ૪.૭૮
૧૯ મહેસાણા ૧૪૩૪ ૪.૩૦
૨૦ મહીસાગર ૭૫૯૩ ૨૨.૭૮
૨૧ મોરબી ૮૩૬ ૨.૫૧
૨૨ નર્મદા ૯૬૮૯ ૨૯.૦૭
૨૩ નવસારી ૭૯૦૩ ૨૩.૭૧
૨૪ પંચમહાલ ૧૪૩૮૫ ૪૩.૧૬
૨૫ પાટણ ૧૪૦૨ ૪.૨૧
૨૬ પોરબંદર ૩૪૫ ૧.૦૪
૨૭ રાજકોટ ૬૩૬ ૧.૯૧
૨૮ સાબરકાંઠા ૫૧૮૦ ૧૫.૫૪
૨૯ સુરત ૧૨૩૪૭ ૩૭.૦૪
૩૦ સુરેન્દ્રનગર ૨૬૦૫ ૭.૮૨
૩૧ તાપી ૧૧૦૨૦ ૩૩.૦૬
૩૨ વડોદરા ૩૨૭૮ ૯.૮૩
૩૩ વલસાડ ૧૦૭૭૧ ૩૨.૩૧
  કુલ ૧૪૨૧૪૬ ૪૨૬.૪૪