રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By
Last Updated : ગુરુવાર, 3 ઑક્ટોબર 2024 (17:51 IST)

Ashapura Mata No Madh - આશાપુરા માતાનો મઢ કચ્છ

ashapura mata no madh
Mata No madh Ashapura-  માતા આશાપુરા માતાનો મઢ
 
રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું ભુજથી 105 કિ. મી. ના અંતરે આશાપુરા માતાનું મંદિર આવેલું છે ગુજરાતભરમાં તેમજ ગુજરાતીઓમાં માતાનો મઢ તરીકે પ્રસિદ્ધ છે. 600 વર્ષ જૂના માતાના મઢ તરીકે જાણીતા કચ્છના આશાપુરા મંદિરના દર્શને ગુજરાતીઓ જ નહીં પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ભક્તો આવે છે. ચૈત્રી અને આશો નવરાત્રી દરમીયાન હજારોની સંખ્યામાં યાત્રાળુઓ દેશભરમાથી પગે ચાલીને માતાના દર્શન કરવા આવે છે. 
 
અહીં આશાપુરા માતાની છ ફુટ ઉંચી અને છ ફુટ પહોળી સ્વયંભુ મૂર્તિ બિરાજમાન છે. પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે.

શું છે વાયકા?  આશાપુરા મંદિરની વાર્તા  
એવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો એક વેપારી વેપાર માટે અહીં આવ્યો હતો  નવારાત્રી દરમિયાન વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી. 
 
છ મહિના સુધી મંદિરના દરવાજા ખોલશો નહીં
વાણીયાની પૂજા અને ભક્તિથી માતાજી ખૂબ પ્રસન્ન થયા અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે, વત્સ તે જે જગ્યાએ મારૂ સ્થાપના કરી છે તે જ જગ્યા તુ મારૂ મંદિર બંધાવડાવજે, પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં. 
 
પાંચ મહિનામાં જ દ્વાર ખોલી નાંખ્યા
માતાજીના દર્શનથી વાણિયો ખૂબ પ્રસન્ન થઈ ગયો અને માતાજીના આદેશ પ્રમાણે તે મંદિરની રખવાળી કરવા માટે તે પોતાનું વતન છોડીને અહીં આવીને વસી ગયો. પાંચ મહિના પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. આ મધુર ધ્વનિને સાંભળ્યાં બાદ તેનાથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી નાખ્યા છે. 
 
ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું
પાંચ મહિને દ્વાર ખોલી નાંખવાને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દીધી અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી. પરંતુ, માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું. જેને લીધે મૂર્તિનું નિર્માણ અધુરૂ રહી ગયું. 

Edited By- Monica sahu