ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By
Last Updated : ગુરુવાર, 15 જુલાઈ 2021 (13:42 IST)

કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા: ભૂકંપની આફત બાદ કચ્છએ આ રીતે બનાવી પોતાની આગવી ઓળખ

26 જાન્યુઆરી 2001 માં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ ગુજરાતનું કચ્છ-ભૂજ જે પ્રકારે વિકાસ પામ્યું તે પોતાનામાં અનોખો કિસ્સો છે. આ ગુજરાતનું શ્રેષ્ઠ પર્યટન સ્થળ બની ગયું છે. અહીંની હસ્તકલા, મીનાકારી, કપડાંનું છાપકામ તથા ધાતુના ઘરેણાં દેશ દુનિયામાં પોતાની એક આગવી ઓળખ બનાવી ચૂક્યા છે. કચ્છના રણમાં ક્યાંક કુટીર ઉદ્યોગ તો ક્યાંક મોટા ઉદ્યોગ તથા કારખાના ચાલે છે. કંડલા તથા મુદ્રા પોર્ટના લીધે કચ્છ આજે ભારતનું પ્રવેશ દ્વાર બની ગયું છે. કંડલા પોર્ટ ભારતનું એકમાત્ર મુક્ત પોર્ટ છે, જેને ફ્રી ટ્રેડની સુવિધા મળી છે. કચ્છ એકસમયે રણ માટે જાણિતું હતું, પરંતુ આજે અહીં લોકો એમ કહેતા જોવા મળે છે  કે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા. 
 
કચ્છ-ભૂજ આજે ગુજરાતનું શ્રેષ્ઠ પર્યટન સ્થળ બની ગયું છે, તો બીજી તરફ અહીંની હસ્તકલાના નમૂના દેશમાં દુનિયામાં નામ કમાઇ ચૂકી છે. ભૂકંપની માર સહન કરી ચૂકેલ આ પ્રદેશ આજે ભારતનું પ્રવેશ દ્વાર બની ગયું છે. ભારતના જાણિતો મુંદ્રા પોર્ટ પણ અહીં છે અહીંથી સૌથી વધુ આયાત તથા નિર્યાત થાય છે. ગુજરાત સરકારની મદદથી મુંદ્રા પોર્ટ આજે ભારતના પ્રવેશ દ્વારા તરીકે ઓળખવામાં આવે છે. 
 
જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કચ્છને પર્યટન સ્થળના રૂપમાં વિશ્વ પટલ પર મુકવામાં આવ્યું. અહીંના સફેદ રણને કોઇ પસંદ કરતું ન હતું, પરંતુ હવે સફેદ રણ પર્યટકોનું આકર્ષણનું કેંદ્ર બની ગયું છે. ગુજરાતનો રણ ઉત્સવ લગભગ ત્રણથી ચાર મહિના સુધી ચાલે છે, અહીં આજે હજારોની સંખ્યામાં દેશ વિદેશના પર્યટકો આવે છે.   
કચ્છની હસ્તકલા, ભરતગૂંથણની આખી દુનિયા દિવાની છે. ચણિયા ચોળીએ ભારતના વિભિન્ન રાજ્ય જ નહી અમેરિકા, બ્રિટન, રશિયા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ગુજરાતની ઓળખ બનાવી છે. ગુજરાત સરકારે ભૂકંપ બાદ કચ્છમાં ઝડપથી વિકાસ કરવા માટે હેન્ડીક્રાફ્ટ, વુડન પ્રોજેક્ટ તથા પર્યટનનું ખાસ પ્રચાર કર્યો. 
 
ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટ વગેરે શહેરોમાં તથા નવી દિલ્હી, મુંબઇ તથા ગુજરાતના ભવનોમાં ગુર્જરી હાટ બજાર બનાવ્યા, જેથી ગુજરાતના ગામડાંમાં બેઠા બેઠા નાનો કારીગર પણ વર્ષમાં એકાદ બે વખત અહીં આવીને પોતાના ઉત્પાદન વેચી શકે અને તેને પોતાના ઉત્પાદન તથા કલાનો નફો મળે. તેનો લાભ ગુજરાતના પટોડા, ચણિયા ચોળી, વુડન, માટીના રમકડાં, ધાતુના ઘરેણા બનાવનાર કારીગરોને જ નહી પરંતુ દુનિયાના જાણીતા ખરીદદારોને મળી સીધો ફાયદો મળ્યો. મુંબઇમાં વસવાટ કરનાર કચ્છના લોકોએ કચ્છના વિકાસમાં જોરદાર યોગદાન આપ્યું. 
 
કચ્છ ફક્ત સરકારના ભરોસે વિકસિત ન થયું પરંતુ નામી કંપનીઓએ અહી પ્રોજેક્ટ શરૂ કર્યા તેમના નેશનલ સેમિનાર તથા કાર્યશાળી પણ અહીં આયોજિત કરવામાં આવી. ખેડૂતો અને પશુપાલકોને કોમર્શિયલ ઉત્પાદન તથા પાકની ટ્રેનિંગ આપવામાં આવી, જેથી તે પરંપરાગત કામથી હટીને બજારની માંગ અનુસાર ઉત્પાદન કરવા લાગ્યા. તેનું સૌથી મોટું ઉદાહરણ ગધેડીના દૂધનું ઉત્પાદન છે.
 
આજે બજારમાં તેનું દૂધ 400 થી 500 પ્રતિ લીટરના ભાવે વેચાઇ રહ્યું છે. કચ્છમાં એક ઘુડખર અભ્યારણ છે. 2001 માં આવેલા ભૂકંપ બાદ સરકાર તે ઉદ્યોગ જગતના ઘણા લોકોએ સ્વિકારી લીધું કે હવે કચ્છને ફરીથી વિકસિત કરવું મુશ્કેલ છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનું સંપૂર્ણ ફોકસ કચ્છના વિકાસ પર લગાવી દીધું. કચ્છ ગુજરાતનું સૌથી મોટું ક્ષેત્રફળ ધરાવે છે. મોદીજીએ અહીં ઉપલબ્ધ જમીનનો ઉપયોગ કરી દેશના જાણિતા બિઝનેસમેનોને અહીં ઉદ્યોગ લગવવા માટે પ્રેરિત કર્યા. 
 
ભારતનો સૌથી મોટો પ્રાઇવેટ પોર્ટ મુદ્રા પોર્ટ કચ્છમાં આવેલો છે. અદાણી ગ્રુપએ અહીં સ્પેશિયલ ઇકોનોમી ઝોન બનાવી તેનો વિકાસ કર્યો છે. કંડલા પોર્ટ ભરત્ના આઠ મોટા બંદરોમાંથી એક છે, કંડલા પોર્ટ ભારતનો એકમાત્ર મુક્ત પોર્ટ છે, જેને ફ્રી ટ્રેડની સુવિધા મળી છે. ગાંધીધામ પોતાના ઔદ્યોગિક વિકાસ માટે પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂક્યો છે. ભુજ શહેરના ચાંદીના ઘરેણાં દુનિયાભરમાં ફેમસ છે.