બુધવાર, 17 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By
Last Updated : બુધવાર, 4 જાન્યુઆરી 2023 (11:30 IST)

Tourist Places in Indore- ઈન્દોરમાં જોવાલાયક સ્થળો

Tourist Places in Indore: મધ્ય પ્રદેશ ખૂબ સુંદર રાજ્ય છે. અહીં ઘણા બધા પર્યટન સ્થળ છે. મધ્ય પ્રદેશમાં ઘણા એવા શહેર છે, જે તમને તમારી તરફ આકર્ષિત કરે છે. જો તમને ફરવુ પસંદ, જો ઈંદોરમાં તમારા લીલા બગીચા, સુંદર તળાવો, પ્રાચીન ધાર્મિક સ્થળો અને ધોધ વગેરે જોવા મળશે. જો કે, મધ્યપ્રદેશના ઘણા સુંદર શહેરો છે, જે ઘણા કારણોસર દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. આમ તો મધ્ય પ્રદેશના ઘણા સુંદર શહેર છે, જે ઘણા કારણોથી દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે. ભોપાલ, ઈન્દોર, ગ્વાલિયર, જબલપુર, ઉજ્જૈન અને સતના સહિતના શહેરો પાસે કંઈક વિશેષ છે જેમાંથી ઈન્દોરને મધ્યપ્રદેશનું હૃદય કહેવામાં આવે છે.જો તમે ફરવા માટે ઈંદોર જઈ રહ્યા છો તો અહી તમને ઘણા પર્યટન સ્થળ જોવા મળી શકે છે. અહીં દર રોજ હજારો પર્યટક ફરવા માટે આવે છે. ઈન્દોરના સૌથી પ્રસિદ્ધ પર્યટન સ્થળોના વિશે 
પાતલપાણી ઈન્દોર 
ઈન્દોરની પાસે ફરવા માટે પાતાલપાની નામની જગ્યા છે. પાતાલપાણી એક ધોધ છે, જે 250 ફૂટથી વધુની ઊંચાઈએથી પડે છે. આ વૉટરફોલને જોઈને તમારું મન સંતુષ્ટ થઈ જશે. આ ધોધ પાસેની હરિયાળી પણ તમને મંત્રમુગ્ધ કરી દેશે. પાતાલપાણી ઈન્દોરથી લગભગ 40 કિલોમીટરના અંતરે આવેલું છે. 
રાલામંડળ વાઈલ્ડ લાઈફ અભ્યારણ (Ralamandal Wildlife Sanctuary) 
રાલામંડલ સેંચુરી ડીયર સફારી અને ક્લાઈમ્બીંગ માટે આ સેંચુરી ખૂબ જ પ્રખ્યાત છે. ડીયર સફારી અને ક્લાઈમ્બીંગ માટે આ સેંચુરી ખૂબ જ પ્રખ્યાત છે. ઈન્દોરથી 15 કિલોમીટરના અંતરે આવેલ રાલામંડલ વાઈલ્ડ લાઈફ અભયારણ્ય મુલાકાત લેવા માટેનું કુદરતી સ્થળ છે. લોકો કોઈપણ સિઝનમાં અહીં મુલાકાત લઈ શકે છે. આવા ઘણા પ્રાણીઓ અહીં જોઈ શકાય છે જે લુપ્ત થવાના આરે છે. આ સ્થળને પ્રવાસી પક્ષીઓનું ઘર કહેવામાં આવે છે. રાલામંડલ અભયારણ્યની અંદર એક પાર્ક પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં પરિવાર અને બાળકો ફરવા જઈ શકે છે. સાથે જ તમે જંગલ સફારીનો આનંદ માણી શકો છો.
 
ખજરાના ગણેશ મંદિર- આ અહીંનુ સૌથી પ્રસિદ્ધ મંદિર છે જે ખજરાનામાં સ્થિત છે. અહીં બુધવારે ભક્તોની ભીડ લાગે છે. 
પિતૃ પર્વત- બિજાસન ટેકરે અને ગોમ્મટગિરીની પહાડીને આગળ પિતૃ પર્વત પર બેસેલા હનુમાનજીની સૌથી મોટી મૂર્તિ છે. 
 
રાજવાડા- રાજવાડાનુ ઈન્દોરને શૉપિંગ હબ કહેવાઈ શકે છે. આ હોલકર શાસનકાળની ધરોહરના રૂપમાં પણ ઓળખાય છે. 
 
લાલબાગ પેલેસ- આ હોલકર રાજવંશનુ મહલ હતો. હવે અહીં હોલકર શાસનની જીવન શૈલીની રાજસી ઝલજ જોવા મળે છે. 
 
કૃષ્ણપુરાની છત્રીઓ- રાજવાડાની પાસે સામેની બાજુ અહીં ઈંદોરના હોલકર રાજવંશના પૂર્વ શાસકોની સમાધિઓ છે. 
બડા ગણપતિ - રાજવાડાની પાસે ખજૂરી બજારની રોડથી 1 કિલોમીટર દૂર અહીં ગણપતિની ખૂબ મોટી મૂર્તિ જોવા જેવી છે. . 
 
કાંચ મંદિર રાજવાડાની પાછળ સરાફા ગલેની પાસે ખૂબજ અદભુત કાંચ મહલ અને શીશ મહક નામનુ જૈન મંદિર છે. 
 
બિજાસન ટેકરી- ઈન્દોરના એયરપોર્ટ પર સ્થિત નાની પહાડી પર બિજાસન માતાનુ મંદિર છે, જ્યાં નવરાત્રીમાં શ્રદ્દાળુઓની ભીડ રહે છે. 
 
પ્રાણી સંગ્રહાલય- નૌલખા ક્ષેત્રમાં સ્થિત પ્રાણી સંગ્રહાલયમાં પક્ષી અભયારણ્ય અને સ્નેક હાઉસ જોવા લાયક છે. તેની નજીક ઈન્દોર મ્યુઝિયમ આવેલું છે.
સરાફા અને છપ્પન- ઈન્દોરી ખાવા-પીવા માટે સરાફા બજાર અને છપ્પન દુકાન આખા વિશ્વમાં પ્રખ્યાત છે.