સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 23 જૂન 2022 (18:29 IST)

ઈન્દોરમાં 50 ફીટ ઊંડી ખીણમાં પડી બસ, ખંડવા જઈ રહેલી બસ ભૈરવ ઘાટ પર પલટી, 17 ઘાયલ

ઈન્દોરમાં ગુરૂવારે બપોરે મોટી દુર્ઘટના થઈ ગઈ. સિમરોલ પોલીસ મથકમાં ભૈરવ ઘાટ પર યાત્રાળુ બસ અનિયંત્રિત થઈ પલટાઈ ગઈ. બસ ઈન્દોરથી ખંડવા જઈ રહી હતી. આ દરમિયાન ભૈરવ ઘાટ પાસે 50 ફીટ ઊંડી ખીણમાં પડી  ગઈ. બસ આખી ઉંઘી થઈ  ગઈ. તેના ચારેય પૈડા ઉપર થઈ ગયા.  પ્રાથમિક માહિતી અનુસાર લગભગ બે ડઝન મુસાફરો ઘાયલ થયા છે. મુસાફરોને ઘાટ ઉપર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ 108 એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે. પસાર થતા લોકોએ જણાવ્યું કે બસમાં 50 થી 60 લોકો હાજર હતા.