કેશુબાપાએ વોટ આપવાનું ટાળ્યું

લોકો સરકારના કાર્યોને ધ્યાનમાં રાખીને મત આપશે - શ્રી વાળા

NDN.D

અમદાવાદ (વેબદુનિયા) ગુજરાત વિધાનસભાના પહેલા ચરણમાં આજે સવારે શરૂ થયેલા મતદાનમાં મોદીથી નારાજ વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલે મત આપવાથી દૂર રહ્યા હતા. રાજકોટ-2ની બેઠક પરથી રાજ્યના નાણામંત્રી વજુભાઈ વાળા ચૂંટણી લડી રહ્યા છે. એટલે માટે કેશુભાઇ મતદાનથી દૂર રહ્યા હતા. જયારે રાજકોટના વિવિધ વિસ્તારોમાં મતદાતાઓના સમૂહને મતદાન કેન્દ્ર તરફ આગળ વધતા જોવા મળ્યા હતા.

કેશુભાઈના અંતરંગ સુત્રોના જણાવ્યા મુજબ પોતાની નારાજગી વ્યક્ત કરવા જ તેમણે મતદાન કેન્દ્રએ ન જવાનો અને કોઈને પણ પોતાનો મત ન આપવાનો નિર્ણય લીધો હતો. નરેન્દ્ર મોદી સામેના બળવાના મુખ્ય પ્રેરણા સ્ત્રોત રહેલા કેશુભાઈએ ચૂંટણી પ્રચારમાં પણ ભાગ ન લેવાની જાહેરાત કરી છે.

જ્યારથી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારથી ભાજપના અસંતુષ્ટોને ટેકો આપી રહેલા કેશુભાઈ ખુલ્લેઆમ મોદી વિરૂધ્ધ નિવેદનો આપી રહ્યા છે.

ગુજરાતમાં ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન ચાલુ છે ત્યારે અસંતુષ્ટ ભાજપી નેતા કાશીરામ રાણાએ આજે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો પરિવર્તન માટે મત આપશે.

સુરતથી ભાજપની ટિકિટ ઉપર ચૂંટાયેલા સાંસદ રાણાએ કહ્યું હતું કે, " જે પરિવર્તન થશે તે સારા માટે થશે કેમકે ગુજરાતના મતદારો જાણે છે કે તેમની માટે યોગ્ય શું છે અને અમને તે વાતનું ગૌરવ છે. તેથી લોકો સારા પરિવર્તન માટે મત આપશે."

જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ કહેવાતા રાજ્યના નાણામંત્રી વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, લોકો સરકારના કાર્યોને ધ્યાનમાં રાખીને મત આપશે.

તેમણે કહ્યું હતું કે, " ભાજપે પાંચ વર્ષમાં જે કામ કર્યું છે તે લોકો જાણે છે કે જે પક્ષના ચૂંટણી ઢંઢેરામાં દર્શાવાયા છે. તેના આધારે લોકો ભાજપને મત આપશે."

" અમે જે વચનો આપ્યા હતા તે પૂરા કર્યા છે અને તેથી લોકો જાણે છે કે મુખ્યમંત્રીએ જે કહ્યું હતું તે કરી બતાવ્યું છે અને જે શક્ય નહતુ તે કામ પૂરું કરવાનું વચન તેમણે ક્યારેય આપ્યું નથી," એમ વાળાએ જણાવ્યું હતું.

વેબ દુનિયા|
તો બીજી તરફ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈ જનારા અસંતુષ્ટ ભાજપી નેતાઓ મોદી વિરૂધ્ધ પ્રચાર કરવા સમય સમય પર કેશુભાઈનો ઉપયોગ કરી રહ્યા છે તેમજ તેમણે મોદી વિરૂધ્ધ કરેલા નિવેદનોને પોતાની જાહેરાતનો ભાગ બનાવી સ્થાનિક અખબારોમાં છપાવી રહ્યા છે.


આ પણ વાંચો :