Last Modified: નવી દિલ્હી , સોમવાર, 24 ડિસેમ્બર 2007 (22:08 IST)
કોંગ્રેસે હાર સ્વીકારી લીધી
નરેન્દ્ર મોદીની મહાન જીત-સિંઘવી
નવી દિલ્હી (એજંસી) ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં જીત તરફ ભાજપની શક્યતાઓને જોતા કોંગ્રેસે પોતાની હાર સ્વીકાર કરી લીધી છે.
કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ પાર્ટીની હાર સ્વીકાર કરતાં કહ્યું હતું કે આ મોદીની મહાન વિજય છે આ ઉલ્લેખનીય જીત છે. તેમની જીત પર મને કોઈ જ ઈર્ષ્યા નથી.
તેમણે જો કે કહ્યું હતું કે ચુંટણીમાં જીતથી ગોધરાકાંડ બાદ મોદીના મુખ્યમંત્રીત્વમાં થયેલ તોફાનોનો કલંક ધોવાઈ નથી જતો. સિંઘવી કહ્યું હતું કે મૂળભૂત ધર્મનિરપેક્ષ મૂલ્યોના ઉલ્લંઘનની ગતિવિધીઓને કોઈ પણ ચુંટણીની જીતથી માફી નથી મળી જતી.
સિંઘવીએ કહ્યું હતું કે મોદી વધામણીના યોગ્ય છે. તેમણે કહ્યું હતું કે ચુંટણીમાં ભાજપની જીતથી સાબિત થાય છે કે મોદીએ જે પણ નુસખા અપનાવ્યા તેમાંથી થોડાક સફળ થયાં.
તેમને કહ્યું હતું કે પાર્ટી સ્વાભાવિક રીતે પરિણામોથી નિરાશ થઈ છે પરંતુ તેને આશ્ચર્ય પણ થયું છે કેમકે તે ઓછા અંતરથી જીત હારની આશા કરી રહી હતી.
કોંગ્રેસના એક અન્ય વરિષ્ઠ નેતા કપિલ સિપ્પલે મોદીની જીત પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ફાંસીવાદી જીતે છે અને પોતાની જીતને બેવડાવે પણ છે. તેમણે મોદી પર આરોપ લગાવ્યો કે તેમને રાજ્યની જનતાના મનમાં ભય ભરી રાખ્યો છે.
આની સાથે જ તેમણે આ વિચારને પણ રજુ કર્યો કે પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીની મોતના સૌદાગરની ટિપ્પણીથી ચુંટણીની અંદર હવાની દિશાએ મોદીના પક્ષમાં વાળવાની મદદ કરી હતી.
સિબ્બલે કહ્યું હતું કે સચ્ચાઈ તો રજુ કરવી પડશે. અમારે ખુલ્લા થઈને મોર્ચો કરવો જોઈતો હતો. લોકતંત્ર રાજ્યોની ચુંટણી જીતવાથી કે હારવાથી જોડાયેલ નથી. મોદી એક એવી વસ્તુ છે જેને કોંગ્રેસ ધૃણા કરે છે. સિબ્બલે કહ્યું હતું કે અમે એજંડા નક્કી કર્યો અને અમે એવી રાજનીતિ ઈચ્છીએ છીએ જેનું પ્રતિનિધિત્વ નરેન્દ્ર મોદી નથી કરતાં. અમે સંઘર્શ ચાલુ રાખીશું.