ભાજપના શાસનમાં પ્રગતિ થઈ છે:વૈંકયા નાયડુ

અમદાવાદ| ધર્મેન્દ્ર વ્યાસ|

અમદાવાદ (વેબદુનિયા) ભાજપના રાષ્ટ્રીય નેતા શ્રી વૈંકયા નાયડુએ આજે અહી પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું કે, કોંગ્રેસના 50 વર્ષનો શાસનમાં પ્રજા માટે કોંગ્રેસે કોઈ જ યોજના બનાવી નથી જ્‍યારે અમારા પાંચ વર્ષના શાસનમાં દેશે ઘણી જ પ્રગતિ કરેલી છે.

વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, કોંગ્રેસ આતંકવાદની વાત કરે છે ત્‍યારે એક વાત સમજી લેવી જોઈએ કે અમારા સમયે આતંકવાદીઓને અમે ઠાર મારેલા છે. જ્‍યારે તેમના વખતે થયેલા આતકંવાદી હુમલામાં થયેલા ધડાકાના ગુન્‍હેગારોને હજી સુધી તેઓ પકડી શક્‍યા નથી.

વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે ગુજરાતમાં મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી સામે ગમે તેમ બોલવાના બદલે કોંગ્રેસ પક્ષના સાથીઓએ યાદ રાખવું જોઈએ કે તેમના જ રાજીવ ગાંધી ફાઉન્‍ડેશન તેમજ ઈન્‍ડીયા ટુડેના સર્વેક્ષણ પ્રમાણે નરેન્‍દ્ર મોદી ભારતના બધાજ મુખ્‍યમંત્રીમાં પહેલા નંબરે છે. વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે કર્ણાટકમાં વિધાનસભાનો ભંગ કોંગ્રેસેજ કરાવ્‍યો છે. યુ.પી સરકારે કર્ણાટકમાં તાકીદે ચૂંટણી કરાવવી જોઈએ.


આ પણ વાંચો :