મોદી-અડવાણી અને ચેનલો સામે ફરિયાદ

મતદાનકેન્દ્ર પાસે ઇંટરવ્યૂ આપનાર નેતા અને ચેનલો સામે પોલીસ ફરિયાદ

PTIPTI

અમદાવાદ(વેબદુનિયા) વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં મતદાન મથકના 100 મીટરના વિસ્તારમાં પ્રચાર કરવો એ આચારસંહિતાનો ભંગ હોવા છતાં ન્યુઝ ચેનલોને મુલાકાત આપનાર મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના વિરોધપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણી અને આ મુલાકાતને લાઇવ દેખાડનાર ન્યુઝ ચેનલો સામે ચૂંટણીપંચે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મતદાનના 48 કલાક પૂર્વે પ્રચારકાર્ય પૂર્ણ જાહેર કરવામાં આવે છે તે બાદ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પ્રસારિત કરનાર કેટલીક ન્યૂઝ ચેનલો સામે પણ ચૂંટણીપંચે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મતદાનના દિવસે નરેન્દ્ર મોદીએ તેમના મતદાનકેન્દ્ર એવા રાણીપ વિસ્તારના સોમેશ્વર ટેનામેન્ટ પાસેની શાળામાં મતદાન કર્યું હતું. ત્યાં તેમણે મતદાનમથકની બહાર નીકળી ન્યુઝ પત્રો અને ચનલોને મુલાકાત આપી હતી.

આ અંગે જિલ્લા કલેકટર કચેરીને મળેલી ફરિયાદને આધારે નરેન્દ્ર મોદીના ઇંટરવ્યૂની કેસેટ મંગાવવામાં આવી હતી તથા તેને ચકાસીયા બાદ સરખેજ વિસ્તારના ચૂંટણી મામલતદાર ઇશ્વરભાઇ પટેલે સાબરમતી પોલીસમથકે નરેન્દ્રભાઇ મોદી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
PTIPTI

જયારે મતદાનના દિવસે શાહપુરના ભરડીયાવાસ ગુજરાતી શાળા નં-૧૧, ૧૨ માં મતદાન કરવા આવેલા લોકસભા-વિરોધપક્ષના નેતા એલ. કે. અડવાણીએ પણ તેમના મતદાનમથકના મીટરના વિસ્તારમાં ઇલેકટ્રોનિકસ ચેનલોને ઇંટરવ્યૂ આપ્યો હતો. જે ચૂંટણી આચારસંહિતાના ભંગ સમાન છે. આ અંગે જિલ્લા ચૂંટણીપંચને મળેલી ફરિયાદને પગલે તેમણે તે સંબોધન અંગેની વીડિયોસીડીનું જોઇ હતી. તેને આધારે ચૂંટણીપંચ વતી મદદનીશ ચૂંટણી અધિકારી વી.કે. શાહે શાહપુર પોલીસમથકે એલ.કે અડવાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી હતી.

તેઓએ તે દિવસે મતદાનમથકના 100 મીટરના વિસ્તારની અંદર ઇંટરવ્યૂ આપ્યો હતો. જે ચૂંટણી આચારસંહીતાના ભંગ સમાન છે. એટલું જ નહીં પરતું ઇલ્કટ્રોનિકસ માઘ્યમોએ તેમના ઇંટરવ્યૂને જીવંત પ્રસારિત કર્યો હતો. આમ બંને રીતે ચૂંટણી આચાર સંહીતાનો ભંગ થયો હતો.

આ દિવસે કેટલીક ન્યુઝ ચેનલોએ નરેન્દ્ર મોદીનો લાઇવ ઇંટરવ્યૂ દર્શાવ્યો હતો. આ બાબતે જિલ્લા ચૂંટણીપંચને ફરિયાદ મળતા તેમણે સમગ્ર બાબતની તપાસ કરી હતી. જેમાં ફરિયાદમાં ન્યુઝ ચેનલોએ મતદાન પ્રચાર પૂર્ણ જાહેર થયા બાદ નરેન્દ્ર મોદીનો ઇંટરવ્યૂ પ્રસારિત કર્યો હોવાનું બહાર આવતા સિટી ડે. કલેકટર આર.કે મહેતાએ જવાબદાર ન્યુઝ ચેનલો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ ગાંધીનગરમાં પણ જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ બે ન્યુઝ ચેનલોએ ચૂંટણી આચારસંહીતાના અમલ બાદ નરેન્દ્ર મોદીનો ઇંટરવ્યૂ પ્રસારિત કરવા અંગે ફરિયાદ થતા મામલતદારે સેકટર-૭ પોલીસમથકે ગુનો નોંધાવ્યો હતો.

વેબ દુનિયા|
મતદાન દિવસે પ્રસાર માઘ્યમોને ઇંટરવ્યૂ આપવો તે ફોજદારી ગુનો બને છે, પરંતુ ચૂંટણી પત્યા પછી જાતમુચરકા પર હવેથી ઘ્યાન રાખવામાં આવશે. એવી બાહેધરી આપીને જતુ કરવામાં આવે છે.


આ પણ વાંચો :