રવિવાર, 25 સપ્ટેમ્બર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 07
  4. »
  5. ગુજરાત વિધાનસભા ચૂંટણી - 2007
Written By વેબ દુનિયા|
Last Modified સોમવાર, 24 ડિસેમ્બર 2007 (19:57 IST)

તોગડીયાના ભાઇ કોંગ્રેસનો પ્રચાર કરે છે!

વિહિપનાં મહામંત્રી પ્રવિણ તોગડીયા મોદી વિરોધી...

અમદાવાદ (ખબરપત્રી દ્વારા) ગુજરાત વિધાનસભાની ચુંટણીમાંવિશ્ચ હિન્‍દુ પરીષદના આંતર રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણભાઈ તોગડીયાનાં સગાભાઈ વિઠ્ઠલભાઈ તોગડીયા હાલમાં કોંગ્રેસનાં પ્રચાર માટે નીકળી પડતા ચકચાર મચી ગઇ છે. પ્રવિણ તોગડીયાનો એક ભત્રીજા પહેલાથી જ એનસીપીમાં હોવાથી તેઓ એનસીપીનો પ્રચાર કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી અને વિહિપનાં મહામંત્રી પ્રવિણ તોગડીયા વચ્‍ચે અણબન બનતા મુખ્‍યમંત્રી સામે અમરેલી જિલ્લામાંથી અસંતુષ્ટોએ હથિયાર ઉગામ્‍યા બાદ‌-અસંતોષનો ચરૂ વધુને વધુ ઉકળી રહ્યો છે. વિહિપનાં પ્રવિણભાઈ તોગડીયાના ભાઈ વિઠ્ઠલભાઈ તોગડીયાએ કોંગ્રેસની તરફેણમાં ખુલ્લેઆમ પ્રચાર શરૂ કરતા ચકચાર મચી ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રવિણભાઈ તોગડીયા અમરેલી જિલ્લાનાં વતની છે. ભાજપના સામે મોટો પડકાર અહીંથી જ ઉભો થયો છે. ત્‍યારે હવે પ્રવિણભાઈનાં સગા ભાઈ પણ સરકાર સામે મેદાનમાં આવ્‍યા છે. ડો. તોગડીયાનો એક ભત્રીજો અરવિંદભાઈ તોગડીયા પહેલેથી જ અમરેલી જિલ્લા અનેસીપીનાં હોદેદાર છે.