21મી સદીનું ગુજરાત-સ્વર્ણિમ ગુજરાત

ભાજપનો 2007-12નો રાજ્યના વિકાસને લગતો ચૂંટણી ઢંઢેરો

PRP.R

ભાજપનો સંકલ્પ 2010 ની અંદર ગુજરાતમાં સુવર્ણ જ્યંતિના અવસરે ગુજરાતના નંબર 1 અને શ્રેષ્ઠ રાજ્યના સ્વપ્નને સાકાર કરવા માટે વચનબધ્ધ અને સંકલ્પબધ્ધ છે. ગુજરતાને ગૌરવશાળી રાજ્ય બનાવવા માટે તેમનો સંકલ્પ છે...
આ અહીં રજુ કરવામાં આવ્યા છે ઘોષણા પત્રકના ટૂકા મુદાઓ...
* સમૃધ્ધ, સુરક્ષીત અને સલામત ગુજરાત...
* ગુજરાત 12 તકા વિકાસકદર હાંસલ કરશે..
* ગુજરાતનું ઘરેલું ઉત્પાદન બમણું કરીને માથાદીઠ આવક 80,000 થશે...
* પારદર્શક અને પ્રામાણિક રાજ્ય વ્યવસ્થા...
* ગરીબી મુક્ત ગુજરાત...
* તમામ ઘર વિહોણા કુટુંબોને ઘર...
* પ્રાથમિક શિક્ષણમાં 100 ટકા નોંધણી અને શૂન્ય ડ્રોપ આઉટ...
* તમામ ઘરની અંદર નળ દ્વારા પીવાનું શુધ્ધ પાણી...
* ગરીબી રેખા નીચે જીવતાં કુટુંબો માટે સર્વગ્રાહી આરોગ્ય વીમા કવચ
* તમામ ગામોને બારમાસી કાયમી રસ્તા...
* સ્વસ્થ, સ્વચ્છ અને નિર્મળ ગુજરાત..
* યુવાશક્તિનો વિકસશીલ ઉપયોગ, રીવોલ્વીંગ ફંડની રચના...
* બાળકો અને વડીલોની વિશેષ કાળજી...
* વંચિતોના વિકાસ માટે ખાસ યોજનાઓ...
* ઉદ્યોગ, વાણીજ્ય અને માળખાકીય ક્ષેત્રે વૈશ્વિક સ્તર...
* સ્થાપિત વીજશક્તિમાં બે ગણો વધારો કરી 20,000 મે.વો.કરાશે...
* ગુજરાતના દરેક ઘરને વીજ જોડાણ...
* નાણાંકીય અને તકનીકી સેવાઓમાં શ્રેષ્ઠતા...
* સિંચાઈ ક્ષમતામાં દોઢ ગણો વધારો તેમજ ખેડુતોને સિંચાઈના પાણીના દરોમાં રાહત...
* ખેતી ઉત્પાદનમાં હરણફાળ...
* મહિલા સશક્તિકરણ...
* સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારોનું કલ્યાણ...
* શૈક્ષણિક સર્વ વ્યાપકતા અને આંતરરાષ્ટ્રીય સ્તર...
પારૂલ ચૌધરી| Last Modified શુક્રવાર, 25 જાન્યુઆરી 2008 (14:39 IST)
* વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિશ્વસ્તરે ગ્લોબલ ગુજરાત કેન્દ્ર સ્થાને બનશે...


આ પણ વાંચો :