સુરત આવી રહેલા વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈને 20 સભ્યોની સમિતિની રચના કરાઇ
આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ત્યારે આ જ સિલસિલામાં પીએમ નરેન્દ્ર મોદી પણ સુરત આવી રહ્યા છે. આગામી 29મી સપ્ટેમ્બરે PM મોદી સુરતના લિંબાયત આવી રહ્યા છે. અહીં PMના કાર્યક્રમને લઈને સમિતિની રચના કરવામાં આવી છે. પાલિકા અને સરકારના અધિકારીઓની 20 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.
આ સમિતિ PMના કાર્યક્રમને સફળ બનાવવા માટે કામગીરી કરશે. મહત્વપૂર્ણ છે કે 29મી સપ્ટેમ્બરે લિંબાયતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાહેર કાર્યક્રમ યોજાવાનો છે. જેમા લિંબાયતના નીલગીરી મેદાનમાં PM મોદી જંગી જાહેરસભાને સંબોધિત કરશે. અહીં તેઓ 3300 કરોડથી વધુના પ્રકલ્પોનુ ખાતમુહુર્ત અને લોકાર્પણ પણ કરવાના છે. સાથે સાથે વડાપ્રધાન મોદી ગોડાદરાથી લિંબાયત સુધીનો 2 કિલોમીટરનો રોડ શો પણ કરશે. 29મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સુરતના મહેમાન બનવાના છે ત્યારે લિંબાયતમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અહીં અંદાજે બે લાખ લોકો વડા પ્રધાન મોદીની સભામાં હાજર રહે, તેવી શક્યતાને પગલે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મનપાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જાહેરસભા માટેના મુખ્ય અપગ્રાઉન્ડમાં સંપૂર્ણ ડોમ તૈયાર કરાશે જેથી કદાચ વરસાદ પડે તો પણ જાહેર સભાના આયોજનમાં મુશ્કેલી પડી શકે નહીં. જાહેરસભાના મુખ્ય ગ્રાઉન્ડની બાજુમાં આવેલ અન્ય ખુલ્લા પ્લોટમાં પણ વડા પ્રધાનને સાંભળવા આવનાર પ્રજાજનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી શકે છે. આ મેદાનમાં લોકો માટે ટીવીઓ પણ ગોઠવવામાં આવશે. વોર્ડ દીઠ બસની વ્યવસ્થા હેલીપેડથી સભા સ્થળ માટે બે રૂટો નક્કી કરાયા લાખ લોકો માટેની બંને મેદાનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. વોર્ડ દીઠ ભાજપના કોર્પોરેટરો અને વોર્ડ સંગઠનને 10 હજાર લોકોને વડા પ્રધાન મોદીની જાહેર સભામાં લાવવા માટેનો લક્ષ્યાંક અપાયો હતો. અને વોર્ડ દીઠ તંત્ર દ્વારા બસ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક શાળાના ગ્રાઉન્ડમાં વડા પ્રધાનના સ્પેશિયલ ચોપર માટે ત્રણ હેલીપેડ બનાવવાની કામગીરી યુદ્ધસ્તરે થઈ રહી છે. હેલીપેડથી સભા સ્થળે આવવા માટે બે રૂટો પર હાલ વિચારણા ચાલી રહી છે.