ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By વૃષિકા ભાવસાર|
Last Modified: સોમવાર, 10 ઑક્ટોબર 2022 (09:34 IST)

આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ વડાપ્રધાન મોદી વિશે આપત્તીજનક શબ્દોનો પ્રયોગ કર્યો, મહિલા આયોગે આપી નોટિસ

gopal italiya
ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે થોડા જ દિવસો બાકી છે.ભાજપના અમિત માલવિયાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે દેશના વડાપ્રધાન મોદી અંગે આપત્તિજનક શબ્દો બોલી રહ્યા છે. જે અંગે મહિલા આયોગે ગોપાલ ઇટાલિયાને નોટિસ ફટકારી છે.

આ ગુરૂવારે ગોપાલ ઇટાલિયાને આયોગ સામે હાજર રહેવાનું પણ જણાવવામાં આવ્યુ છે. 13મી ઓક્ટોબરના, ગુરૂવારે આ મામલા અંગે સુનાવણી થશે. નેશનલ કમિશન ઓફ વુમન દ્વારા તજીન્દ્ર બગ્ગાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર મુકેલો વીડિયો ટાંકીને કહ્યુ છે કે, આ વીડિયોમાં વડાપ્રધાન મોદી અંગે આપત્તિજનક શબ્દો બોલતો વીડિયા વાયરલ કર્યો છે. જેમા મહિલાઓનું પણ અપમાન કર્યું છે. આમાં જે શબ્દો બોલવામાં આવ્યા છે તે જેન્ડર બાયસ્ડ અને ઘણાં જ શરમજનક, નિંદનીય છે. જેથી મહિલા આયોગે ગોપાલ ઇટાલિયાને 13મી ઓક્ટોબર, ગુરૂવારના રોજ કમિશન સમક્ષ હાજર રહેવાનો આદેશ કર્યો છે.